મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યની આ યુનિવર્સિટીના છાત્રાલયમાં શાકમાંથી મરેલો દેડકો નીકળ્યો: વિદ્યાર્થીઓની આંદોલનની ધમકી

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી છે. વારંવા

રાજ્યની આ યુનિવર્સિટીના છાત્રાલયમાં શાકમાંથી મરેલો દેડકો નીકળ્યો: વિદ્યાર્થીઓની આંદોલનની ધમકી

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી છે. વારંવાર હલકી ગુણવત્તાનું ભોજન તેમજ રહેવાની અગવડોની રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં ભોજનાલયમાં વિદ્યાર્થીઓને પિરસવામાં આવતી ભોજનની થાળીમાં વટાણાના શાકમાં દેડકો જોવા મળતા હોબાળો થયો હતો. આ ઘટનાનો ઉગ્ર વિરોધ દર્શાવી વિદ્યાર્થીઓએ રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની માગ કરી હતી.

શાકમાંથી નીકળ્યો દેડકો

કુમાર છાત્રાલયના ભોજનાલયમાં જ્યારે વિદ્યાર્થીઓ જમવા બેઠા હતા ત્યારે એક વિદ્યાર્થીની ભોજનની થાળીમાં પીરસાયેલા વટાણાના શાકમાં દેડકો આવી ગયો હતો. આ ઘટનાથી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતાં.

વિદ્યાર્થીઓમાં ભારે રોષ

સોમવારે તમામ વિદ્યાર્થીઓએ કુમાર છાત્રાલયથી પાટણ કલેક્ટર કચેરી સુધી રેલી અને સુત્રોચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં રહેવાની અગવડતા અને ખાવાની ખરાબ ગુણવત્તા બાબતે પાલનપુરના સંચાલકોને પણ રજૂઆત કરી છે.

વિદ્યાર્થીઓએ આંદોલનની ચિમકી ઉચ્ચારી

વિદ્યાર્થીઓએ વારંવાર રજૂઆત કર્યા છતાં છાત્રાલયમાં ચકાસણી માટે આવે ત્યારે ટૂંક જ સમયમાં સગવડો પૂરી પાડવાના વાયદાઓ કરીને જતા રહે છે અને વિદ્યાર્થીઓને એકપણ માગ પૂરી થતી નથી. જોકે, આ વખતે કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ માગ ન સંતોષાય તો પાલનપુર તેમજ ગાંધીનગર ખાતે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો