આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં સંખ્યાબંધ જિલ્લામાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. જળાશયો, નદી અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે. કેટલાક

ગુજરાતમાં સંખ્યાબંધ જિલ્લામાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. જળાશયો, નદી અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે. કેટલાક સ્થળો પરસ તો સાંબેલાધાર વરસાદ વરસ્યો છે, તો આજે રાજ્યના સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રેડ એલર્ટ
સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ.
ઓરેન્જ એલર્ટ
પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ, અમરેલી, ગીર, સોમનાથ કચ્છ, દીવમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ.
યલો એલર્ટ
ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, રાજકોટ, પોરબંદર, બોટાદમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ
હવામાન ખાતાની આગાહીના પગલે વિવિધ ભાગોમાં રાહત અને બચાવની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને જોતા NDRFની 10 ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે, તેમજ પાંચ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદથી 3ના મોત
દક્ષિણ ગુજરાતમાં મંગળવારે 6.4 ઈચ સુધીનો વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. નવસારીના ચીખલીમાં કાચા મકાનની દીવાલ તૂટી પડતાં આધેડ દંપતિનું મોત થયું હતું જ્યારે કામરેજમાં ખાડીમાં માછલી પકડવા ગયેલો આધેડ શ્રમજીવી ડૂબી ગયો હતો. ભારે વરસાદથી સુરત જિલ્લામાં 33, તાપીમાં 8 રસ્તા બંધ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 178 તાલુકાઓમાં મેઘમહેર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 178 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી.જેમાં સૌથી વધુ બનાસકાંઠાનાં લાખણી તાલુકામાં 11 ઈંચ વરસાદ નોંધાયો. બનાસકાંઠાનાં દાંતીવાડામાં 4 ઈંચ વરસાદ નોંધાયો, તો વાવ અને સુઈગામમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. મહેસાણા પંથકમાં પણ મેઘાની મહેર જોવા મળી.
મહેસાણા, બેચરાજીમાં 24 કલાકમાં 4-4 ઈંચ વરસાદ વરસ્યો,,,નવસારીનાં ચીખલીમાં સરેરાશ 4 ઈંચ,અરવલ્લીનાં મોડાસામાં 3 ઈંચ,ડાંગના વઘઈમાં 2.5 ઈંચ,નવસારીનાં વાંસદામાં પણ 2.5 ઈંચ વરસાદ નોંધાયો..તો અન્ય 168 તાલુકાઓમાં એક ઈંચ સુધીનો વરસાદ વરસાદ વરસ્યો હતો.








