મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: માવઠાનો માર, તૈયાર ડાંગરનો પાક ભીંજાયો, ખેડૂતોની ઊંઘ હરામ; સરકાર પાસે સહાય પેકેજની માંગ

સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી સર્જાયેલા વરસાદી માહોલને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ભર શિય

સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી સર્જાયેલા વરસાદી માહોલને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ભર શિયાળાના પ્રારંભે વરસેલા આ માવઠાએ ખાસ કરીને ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

માહિતી મુજબ, માવઠાના કારણે ખેડૂતોનો તૈયાર થઈ ગયેલો ડાંગરનો પાક સંપૂર્ણપણે ભીંજાઈ ગયો છે. કીમ નજીક કીમ-ઓલપાડ સ્ટેટ હાઇવે પર એવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યાં ખેડૂતોએ ભારે જહેમતથી તૈયાર કરેલા ડાંગરને આખી રાત ભેગું કરવા અને બચાવવા માટે જગ્યા હતા. ખેતરોમાં ભેજનું પ્રમાણ વધી જતાં ખેડૂતોએ પાકને સૂકવવા માટે સ્ટેટ હાઇવેનો સહારો લેવો પડ્યો છે. સવાર પડતા જ ફરી ડાંગર સૂકવવાની કામગીરીમાં ખેડૂતો લાગી ગયા હતા.

ખર્ચાળ ખેતી અને નહેરનું સંકટ:

ખેડૂતોનું કહેવું છે કે માવઠાને કારણે ડાંગરની ખેતી સતત ખર્ચાળ બની રહી છે. એક તરફ કુદરતી આફતનો માર છે, તો બીજી તરફ આ વર્ષે કાકરાપાર જમણા કાંઠા નહેરનું સમારકામ 90 દિવસ સુધી ચાલવાનું હોવાથી તે બંધ રહેશે. આના કારણે સિંચાઈના પાણીની તંગી સર્જાય અને આખું વર્ષ ફેલ જાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સહાય પેકેજની માંગ:

સૌરાષ્ટ્રના ખેડૂતોને અગાઉ જાહેર કરવામાં આવેલા રાહત પેકેજની જેમ જ, દક્ષિણ ગુજરાતના ડાંગર પકવતા ખેડૂતોને પણ તાત્કાલિક આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો