Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Heavy rains lashed 120 talukas of Gujarat.

Gujaratના 120 તાલુકામાં વરસાદ, જાણો કયા તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Gujaratના 120 તાલુકામાં વરસાદ, જાણો કયા તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 120 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપીના કુકારમુંડા તાલુકામાં 2.40 ઇંચ તથા નિઝરમાં 2.05 ઇંચ વરસાદ નોંધાયો છે.

App Store

24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 1.57 ઇંચ, નર્મદાના સાગબરામાં 1.47 ઇંચ અને જામનગરમાં 1.1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરના વઢવાણ, દાસડા, મૂળી, લખતર મોરબીના વાંકાનેર, ટંકારા, મોરબી શહેર, ભાવનગર, ધંધુકા, તિલકવાડા, જેસર અને નેત્રંગમાં ઇંચ કરતાં ઓછો વરસાદ ખાબક્યો હતો.  

વધુમાં ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને 7 થી 10, જુલાઇ 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.  

ગુજરાતમાં સિઝનનો 47 ટકા વરસાદ 

ગુજરાતમાં આ વખતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 28 ઈંચ સાથે સિઝનનો 47 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.42 ટકા, કચ્છમાં 42 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 39 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 38.50 ઈંચ, ડાંગમાં 31.70 ઈંચ સુરતમાં 28.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે સૌથી ઓછો 4.52 ઈંચ વરસાદ પાટણમાં પડેલો છે.

કપરાડા તાલુકામાં સિઝનનો 50.50 ઇંચ વરસાદ

તાલુકા પ્રમાણે વલસાડ જિલ્લાના કપરાડામાં અત્યાર સુધી સૌથી વધુ 50.50 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય તાપીના ડોલવણમાં 44, નવસારીના ખેરગામમાં 43,50 ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણના શંખેશ્વરમાં સૌથી ઓછો 3.30 ઈંચ વરસાદ પડયો છે. અત્યાર સુધી 50 તાલુકા એવા છે જ્યાં 20 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં 8 તાલુકામાં 8 ઈંચથી પણ વધુ વરસાદ છે. આ વર્ષે જૂન મહિનામાં જ રેકોર્ડ 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવે આ વખતે જુલાઈમાં પણ રેકોર્ડબ્રેક વરસાદ પડી શકે છે. ગયા વર્ષે જુલાઇમાં 19.72 ઈચ વરસાદ પડ્યો હતો.

ટોપિક્સ:gujaratrainfallseocgstv