Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The state government's big claims about the condition of the bridges proved hollow

Gujarat news: બ્રિજોની સ્થિતિ અંગે રાજ્ય સરકારે કરેલા મોટા દાવાઓ પોકળ સાબિત થયા, હાઈકોર્ટનું આકરું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat news: બ્રિજોની સ્થિતિ અંગે રાજ્ય સરકારે કરેલા મોટા દાવાઓ પોકળ સાબિત થયા, હાઈકોર્ટનું આકરું નિવેદન

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસની સુનાવણી દરમિયાન ગયા વર્ષે ખુદ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે રાજ્યના અન્ય બ્રિજની સ્થિતિને લઈને બહું ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને આવી દુર્ઘટના ફરી ના બને અને નિર્દોષ નાગરિકોના જીવ ના જાય તે માટેની સરકારને કડક તાકીદ કરી હતી. હાઈકોર્ટે સરકારને રાજ્યના તમામ બ્રિજોનું ચોમાસા પહેલા અને ચોમાસા પછી ઈન્સેક્શન કરવા અને તેનો સ્ટેટસ રિપોર્ટ તૈયાર કરવા પણ નિર્દેશ કર્યો હતો.

App Store

રાજ્ય સરકાર તરફથી પણ હાઈકોર્ટને હૈયાધારણ અપાઈ હતી કે રાજ્યના તમામ બ્રિજોનું ચોમાસા પહેલા અને ચોમાસા પછી ઈન્સપેક્શન કરવામાં આવશે અને તેનો સ્થિરતા અંગેતો સ્ટેબિલીટી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જો કે સરકારની આ આશ્વાસન દરમિયાન ચીફ જસ્ટિસે માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે ચોમાસા દરમિયના પુલો ધોવાઈ જાય છે, તેથી આ બાબતે પહેલેથી જ સાવધાની રાખવી ખૂબ જરૂરી. આ મુદ્દે ગંભીરતા રાખવા ટકોર કરી હતી. 

તમામ બ્રિજોનું ચોમાસા પહેલા અને ચોમાસા પછી ઈન્સપેક્શન કરવામાં આવશે

રાજ્ય સરકાર તરફથી પણ હાઈકોર્ટને હૈયાધારણ અપાઈ હતી કે રાજ્યના તમામ બ્રિજોનું ચોમાસા પહેલા અને ચોમાસા પછી ઈન્સપેક્શન કરવામાં આવશે અને તેનો સ્થિરતા અંગેતો સ્ટેબિલીટી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જો કે સરકારની આ આશ્વાસન દરમિયાન ચીફ જસ્ટિસે માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે ચોમાસા દરમિયના પુલો ધોવાઅને જવાબી સોગંદનામાંઓ હાઈકોર્ટમાં રજૂ કર્યા હતા અને ભારપૂર્વકની રજૂઆત કરીને બ્રિજોની સ્થિતિ સબ સલામત હોવાના દાવા કર્યા હતા. સરકાર તરફથી સંબંધિત સત્તાવાળાઓ, ઈજનેરો અને સંબંધિત અધિકારીઓ દ્વારા રાજ્યના તમામ બ્રિજોની ચકાસણી-નીરીક્ષણ કરી યોગ્ય પગલાં લેવાઈ રહ્યા હોવાની વાત પણ કરી હતી, તેને લઈને સ્ટેટસ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. જોકે સરકારના આ દાવાઓ અને રજૂઆતની પોલ ગત રોજ સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ખુલ્લી પડી ગઈ છે.

એ વખતે સરકારને અગત્યનું સૂચન કર્યું 

હાઈકોર્ટે ઐતિહાસિક બ્રિજોની જાળવણીને લઈ માર્ગ અને મકાન વિભાગની ક્ષમતા અંગે સવાલ ઉઠાવતાં એ વખતે સરકારને અગત્યનું સૂચન કર્યું હતું કે ખાનગી વ્યક્તિઓને બ્રિજોના રીપેરીંગ કે મરામતનો કરાર આપતી વખતે તેમની ક્ષમતા નિપુણતા સહિતની બાબતોની ચકાસણીની જવાબદારી રાજ્ય સરકારની છે. ઐતિહાસિક અને પ્રાચીન બ્રિજોની ધરોહર જાળવવા માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાનો પણ પરામર્શ આવશ્યક હોવાનો મત ચીફ જસ્ટિસે વ્યક્ત કર્યો હતો.

કે નિપુણ આર્કિટેક્ટસને જ આ પ્રકારનું કામ સોંપવું જોઈએ. હાઈકોર્ટે બહુ માર્મિક ટકોર કરી હતી કે, વ્યક્તિનું જીવ અથવા ઐતિહાસિક ધરોહર બેમાંથી એક પણ ખોવું યોગ્ય નહીં લેખાય. એ વખતે રાજ્યના કુલ 1441 બ્રિજો યોગ્ય સ્થિતિમાં હોવાનું સરકારપક્ષ તરફથી અદાલત સમક્ષ જણાવ્યું હતું અને જે બ્રિજો વધુ જૂના થઈ ગયા છે. હાઈકોર્ટ સમક્ષના વાંરવારના આશ્વાસનો દજે દુર્ઘટનાને પગલે બિલકુલ ઠાલા અને સરકારની વિશ્નાસનયતા સામે ગંભીર સવાલ ઉઠાવનારા બની રહ્યા છે. 

આઇકોનીક બ્રિજની જાળવણીની જવાબદારી રાજ્ય સરકારની- હાઈકોર્ટ

સરકારે પોતાના રિપોર્ટમાં રા્જયના તમામ બ્રિજના નિરીક્ષણ સહિતની વાત જણાવી લગભગ તમામ બ્રિજ યોગ્ય સ્થિતિમાં હોવાનો દાવો કરાયો ત્યારે હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, શું ગોંડલના બંને ઐતિહાસિક બ્રિજની સ્થિતિથી તમે વાકેફ છો..? જેથી સરકારે જણાવ્યું હતું કે, જે બ્રિજ જર્જરિત અને ઉપયોગમાં લઈ ન શકાય તેવા છે તે બ્રિજને બંધ કરી દેવાશે. તેથી હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, કોઈપણ બ્રિજ તોડવાના નથી. આઇકોનીક બ્રિજની જાળવણીની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજયમાં તમામ બ્રિજની મરામત કે રીપેરીંગની જવાબદારી નગરપાલિકા કે મ્યુનિસિપલ કોર્પોરેશનોના બદલે સરકાર પોતે જ ઉઠાવે.