મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીમાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ, ધનિયાનું તળાવ ઓવર ફ્લો, લો લેવલ બ્રિજ ધોવાઈ જતા શાળા બંધ  

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાજપુરા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે. તેના

નસવાડીમાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ, ધનિયાનું તળાવ ઓવર ફ્લો, લો લેવલ બ્રિજ ધોવાઈ જતા શાળા બંધ  

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાજપુરા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે. તેના ઉપર પંચાયત માર્ગ મકાન વિભાગની માલિકીનો વર્ષો પુરાણો કોઝ વે આવેલો છે. અગાઉ વરસાદ પડ્યો હતો. ત્યારે પાંચ દિવસ સુધી ગામ સંપર્ક વિહોણું રહ્યું હતું. જયારે પંચાયત માર્ગ મકાન વિભાગે આ કોઝ વે તૂટતાં લાખો રૂપિયાનો ખર્ચ કરી રીપેરીંગ કરાવ્યું હતું. પરંતુ ફરી વરસાદ પડતા કોઝ વેના રીપેરીંગની તમામ કામગીરી ધોવાઈ ગઈ હતી. કોઝ વે ઉપર પાણી ફરી વળતા બે દિવસથી પ્રાથમિક શાળાએ શિક્ષક ન પહોંચી શકતા શાળાને તાળા વાગી ગયા છે. જયારે લો લેવલનો કોઝ વે ઉપર પુલ બનાવી આપવા માટે વર્ષોથી લોકો માંગ કરી રહ્યા છે. તંત્ર વિકાસની વાતો કરે છે. આ ગરીબ આદિવાસી સમાજના લોકોનું દુઃખ દર્દ જાણવા માટે અધિકારીઓ ગામની મુલાકાત લે તે જરૂરી બન્યું છે. 

અવર જવરમાં મુશ્કેલી

નસવાડી તાલુકાનું ધનિયાઉમરવા તળાવ છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગનું તળાવ છે. આ તળાવ ઓવરફલૉ થતા આસપાસના કોતરોમાં તળાવનું વેસ્ટ વિયરનું પાણી જઈ રહ્યું છે. જયારે તળાવ તરફ જવાના રસ્તા ઉપર વેસ્ટ વિયરનું પાણી ફરી વળતા તળાવની આસપાસ રહેતા લોકોને અવર જવર માટે મુશ્કેલી પડી રહી છે. 

20 ગામના જળસ્ત ઉંચા આવ્યા

સિંચાઈ વિભાગે વેસ્ટ વિયર ને બંધ કરવા માટે વર્ષોથી રીપેરીંગ કરાતું નથી. વેસ્ટ વિયરનું રીપેરીંગ કરાવ્યું હોત તો હજુ પણ વધુ માત્રામાં પાણી રોકી શક્યા હોત હાલ તો તળાવ ઓવરફલૉ થતા આસપાસના 20 ગામોના જળસ્તર ઉંચા આવશે. ત્રણ ગામોને સિંચાઈનું પાણી શિયાળામાં મળે તેવી શક્યતાઓ છે. જેનાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપશે કે નહિ તે તો સમય બતાવશે કુદરતે તેની મહેરબાની કરી દીધી છે.

આ સમાચાર શેર કરો