મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દિવાળી પછી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી,હવામાનમાં ફેરફારની શક્યતાઓ

ગુજરાતમાં હાલ બેવડી સિઝનનો અનુભવ વર્તાઇ રહ્યો છે, જેમાં દિવસ દરમિયાન થોડી ગરમી

દિવાળી પછી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી,હવામાનમાં ફેરફારની શક્યતાઓ

ગુજરાતમાં હાલ બેવડી સિઝનનો અનુભવ વર્તાઇ રહ્યો છે, જેમાં દિવસ દરમિયાન થોડી ગરમી તો, રાત્રે ઠંડીનો સહેજ ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં શિયાળાની ફુલગુલાબી ઠંડી ધીરે ધીરે જોર પકડવાનું શરૂ કરે તે પહેલાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવામાનની બે સિસ્મટ સક્રિય થવાના કારણે હવામાનમાં ફેરફાર આવી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી

વળી, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ સામાન્ય વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવામાનની જે સિસ્ટમ સક્રિય થઈ છે, તે 4 નવેમ્બર સુધી સક્રિય રહે તેવી પણ શકયતા છે.

વાવાઝોડાની સંભાવના

બીજીબાજુ, રાજયના વાતાવરણમાં હાલ ભેજનું પ્રમાણ વધ્યું છે. હવામાનમાં નોંધાઈ રહેલા ફેરફારના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી અને નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાઈ શકે તેમ છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ જો મજબૂત બને તો નવા વાવાઝોડાની રચનાની પણ સંભાવના વ્યકત થઈ રહી છે. 

આ સમાચાર શેર કરો