Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs AUS: Match stopped due to heavy rain, India scored 37 runs after losing 3 wickets in 11.5 overs.

IND vs AUS: ઝરમર વરસાદને કારણે મેચ રોકાઈ, ભારતે 11.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 37 રન બનાવ્યા

Timeછેલ્લું અપડેટ : 19 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS: ઝરમર વરસાદને કારણે મેચ રોકાઈ, ભારતે 11.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 37 રન બનાવ્યા
સોર્સ : GSTV

પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની વનડે સિરિઝની પહેલી મેચ રમાઈ રહી છે. જેમાં હળવો ઝરમર વરસાદ પડ્યો હતો, જેના કારણે પ્રથમ વનડે અટકાવવામાં આવી છે. ભારતે 11.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 37 રન બનાવ્યા છે. જેમાં રોહિત શર્મા 8 રન બનાવી આઉટ થયો હતો. તો વિરાટ કોહલી શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો અને પછી કેપ્ટન શુભમન ગિલ 10 રન બનાવી આઉટ થઈ ગયો હતો. જો કે, થોડા સમયમાં મેચ ફરી શરૂ થવાની સંભાવના છે.  

App Store

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ લીધી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડે મેચનો ટોસ ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન જીત્યો હતો, તેણે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય તેમના પક્ષમાં રહ્યો અને ભારતની મોટી 3 વિકેટ પડી ચૂકી છે. આજે 19 ઓક્ટોબરની સવારે 9 વાગ્યે ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને રોહિત શર્માએ ઇનિંગની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક, હેઝલવુડ અને નાથન એલિસે 1-1-1 વિકેટ મેળવી હતી. 

ભારતની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ટ્રેવિસ હેડ, મિચ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, જોશ ફિલિપ (વિકેટકીપર), મેટ રેનશો, કૂપર કોનોલી, મિશેલ ઓવેન, મિશેલ સ્ટાર્ક, નાથન એલિસ, મેથ્યુ કુહનેમેન અને જોશ હેઝલવુડ.