મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભારે વરસાદથી ખાડીઓના સ્તરમાં વધારો, રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોમા ફફડાટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રવિવારે બ

સુરતમાં ભારે વરસાદથી ખાડીઓના સ્તરમાં વધારો, રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોમા ફફડાટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રવિવારે બપોર બાદ પડેલા ભારે વરસાદના પગલે ખાડીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે લિંબાયતની મીઠી ખાડી ભય જનક સ્થિતિએ પહોંચી ગઈ છે. જેથી પાલિકા દ્વારા મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

સ્થાનિકોમાં ભયનો માહોલ

ખાડીઓના પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેના પગલે લિંબાયતના નિચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પણ પાણી પહોંચી રહ્યા છે. જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો પાણીનું સ્તર આ જ રીતે વધે તો ઘર ખાલી કરાવવા પડે તેવી સ્થિતિ સર્જાય શકે તેમ છે.

ખાડીઓનુ મોનિટરિંગ શરૂ

સુરતમાંથી પસાર થતી ખાડીઓના લીધે ખાડી પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે તેવી સ્થિતિ હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીઓનુ મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. સાથે જ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો લોકોનો સ્થળાંતર કરવાની પણ ફરજ પડી શકે તેમ હોવાથી તેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો