મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભ

ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે આજે અમરેલી, નવસારી, વલસાડ,  દીવ અને દાદરા નગર હવેલીમાં 26 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ, રાજ્યમાં આજે બપોરના ચાર વાગ્યા સુધી 205 તાલુકામાં અનેક સ્થળે ભારે વરસાદ ખાબક્યો હતો. 

આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 25-26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

સિઝનનો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 44.29 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 66.13 અને કચ્છના વિસ્તારોમાં 58.40 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારસુધીમાં 50 ટકા જેટલો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતમાં 24.90 ટકા અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિઝનનો 24 ટકા વરસાદ નોંધાયો છે. 

આ સમાચાર શેર કરો