સુરતમાં લબરમૂછીયાઓનું હીટ એન્ડ રન, ઓવર સ્પીડમાં કાર ચલાવી બે બાઈક સવારને અડફેટે લેતા એકની હાલત ગંભીર
સુરતમાં રાજકોટ વાળી થતા રહી જવા પામી હતી. કામરેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પાસોદરા પાસે

સુરતમાં રાજકોટ વાળી થતા રહી જવા પામી હતી. કામરેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પાસોદરા પાસે હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. જેમાં લબરમૂછીયાઓએ ઓવર સ્પીડમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં બે બાઈક સવારને અડફેટ લેતા ત્રણ વ્યક્તિ પૂજા ગ્રસ્ત થયા હતા. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
રિંગ રોડ પાસે અકસ્માત
કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં પાસોદરા પાસે આવેલા આઉટર રીંગરોડ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. કારમાં સવાર ચાર યુવકોએ અકસ્માત સર્જ્યો હતો. ગાડી ચાલક પાસે લાયસન્સ ન હોવાની વાતો પણ સર્ચાઇ રહી છે. ઘટના બાદ લોકોએ ગાડી ચાલકને પકડી કામરેજ પોલીસના હવાલે કર્યો હતો.
લાયસન્સ વગર કાર ચલાવતા
ઓછી ઉંમરના છોકરાઓ તેમજ લાઇસન્સ વગર ગાડી ચલાવતા હોવાનું અકસ્માત બાદ સામે આવ્યું છે. ઓવર સ્પીડમાં રહેલી સ્વીફ્ટ કારે બે બાઈક સવારોને ઉડાડતા ત્રણમાંથી એકની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. ગાડીની ગતિ એટલી વધુ હતી કે, એક દંપતિ નીચે ફંગોળાઈને ફટકાવ્યું હતું. ઘટનાની જાણ થતા જ 108 દ્વારા નાના વરાછા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. હાલ ત્રણમાંથી એક આધેડનૂ હાલત ગંભીર છે.








