મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત: બિલ્ડીંગ પડ્યા બાદ ઘણા લોકો દટાયાની આશંકા, સ્વજનો કરી રહ્યા છે આક્રંદ

સુરતના સચિન વિસ્તારની GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. બિલ

સુરત: બિલ્ડીંગ પડ્યા બાદ ઘણા લોકો દટાયાની આશંકા, સ્વજનો કરી રહ્યા છે આક્રંદ

સુરતના સચિન વિસ્તારની GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. બિલ્ડિંગ ધરાશાયી થતા 15 લોકોને ઈજા થઈ છે.  કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે. બિલ્ડિંગ દુર્ઘટનાની જાણકારી મળતાં જ કામ પરથી એક મહિલા સફાળી દોડીને આવી ગઈ હતી. જે પોતાના પતિને શોધી રહી હતી.

પતિને શોધતી પત્ની

રાધા એપેરેલ પાર્કમાં નોકરી કરતી મહિલા કામદાર રાધા મહંતો પરિવાર સાથે આ બિલ્ડિંગમાં રહેતી હતી. રાધાના પતિ ડ્યુટી કરી ઘરે આરામ કરી રહ્યાં હતાં. ત્યારે આ બિલ્ડિંગ તૂટી પડી હતી. રાધાના પતિ બિલ્ડિંગના કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં રાધા એપેરલ પાર્કથી દોડી આવી છે. હજુ સુધી તેને તેના પતિની કોઈ ભાળ મળી નથી.

રોજ તેઓ ઘરે આરામ કરતાં-પત્ની 

રડતાં રડતાં ઓડિશાની વતની એવી રાધા મહંતોએ કહ્યું કે, તેઓ રોજ ડ્યુરી પૂરી કરીને ઘરે આવી જતાં હતાં. ઘરે આવીને આ સમયે તેઓ આરામ જ કરતાં હોય છે. જો કે, આ બિલ્ડીંગ પડ્યું ત્યારે તેઓ ક્યાં હતાં. હજુ સુધી તેની કોઈ ભાળ નથી મળી. ભગવાનને પ્રાર્થના કરુ છું કે કંઈ અમંગળ ન થયું હોય. રથયાત્રાના આગલાં દિવસે અમારા પર મોટું દુઃખ આવી પડ્યું છે. ભગવાન જગન્નાથ તેમની રક્ષા કરે એવી પ્રાર્થના કરુ છું.

આ સમાચાર શેર કરો