Ahmedabad: હેડ કોન્સ્ટેબલના પુત્રએ UPSCની પરીક્ષામાં બાજી મારી, દેશભરમાં મેળવ્યો આ ક્રમાંક
UPSC દ્વારા 7 જાન્યુઆરી, 2025થી 17 એપ્રિલ, 2025 વચ્ચે યોજવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય

UPSC દ્વારા 7 જાન્યુઆરી, 2025થી 17 એપ્રિલ, 2025 વચ્ચે યોજવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય પરીક્ષા પાસ કરનારા લોકોને ઇંટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં આજે UPSCએ પરિણામ જાહેર કર્યું હતું. પરિણામમાં ગુજરાતનાં 26 ઉમેદવારોએ બાજી મારી હતી. જેમાં અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલના પુત્રએ 473 રેન્ક સાધ અંશુલ યાદવે UPSC ક્લિયર કરી.
અમદાવાદમાં હેડ કોન્સ્ટેબલના પુત્રએ ક્લિયર કર્યું UPSC
UPSCમાં ગુજરાતનાં 26 ઉમેદવારો પાસ થયા હતા. જેમાં અમદવાદના હેડ કોન્સ્ટેબલના પુત્ર અંશુલ યાદવે UPSC ક્લિયર કરતા પરિવારમાં ખુશીઓનો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં મેઘાણીનગરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અંશુલના પિતા સુભાષ યાદવ. અંશુલ યાદવે 473 રેન્ક સાથે UPSCની પરીક્ષા ક્લિયર કરી હતી. અમદાવાદના હેડ કોન્સ્ટેબલના પુત્ર UPSCની પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં અમદાવાદ શહેર પોલીસ માટે ગર્વની વાત બની છે.
ગુજરાતનાં ત્રણ ઉમેદવારોએ ટોપ-30માં નામ નોંધાવ્યું
૨૦૨૪ માં લેવાયેલ UPSCની પરીક્ષાનું આજે ફાઈનલ પરિણામ જાહેર થયું હતું. UPSC મુખ્ય પરીક્ષા પાસ કરનારા 2845 ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. આ પછી, UPSC એ આજે એટલે કે 22 એપ્રિલ 2025 ના રોજ upsc.gov.in પર 1009 પસંદ કરેલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ટોપ-30 ઉમેદવારોમાં ગુજરાતના ત્રણ ઉમેદવારોએ પોતાનું નામ નોંધાવ્યું છે. જેમાં હર્ષિતા ગોયલ દેશભરમાં બીજા ક્રમાંકે, માર્ગી શાહ ચોથા ક્રમે અને પંચાલ સ્મિત ત્રીસમાં ક્રમાંકે આવ્યા છે.








