મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

UPSCનું ફાઇનલ પરિણામ થયું જાહેર, ટોપ 30માં ત્રણ ગુજરાતી ઉમેદવાર સામેલ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ આજે સિવિલ સર્વિસિઝ એક્ઝામિશન (CSE)ના ફાઈન

UPSCનું ફાઇનલ પરિણામ થયું જાહેર, ટોપ 30માં ત્રણ ગુજરાતી ઉમેદવાર સામેલ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ  આજે સિવિલ સર્વિસિઝ એક્ઝામિશન (CSE)ના ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યા છે. જેમાં દેશભરમાંથી શક્તિ દુબે ટોપર રહી છે. આ પરીક્ષામાં કુલ 1009 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં  માત્ર 241 ઉમેદવારો જ ઉતીર્ણ થયા છે. બીજા ક્રમે હર્ષિતા ગોયલ  આવી છે. UPSCની પરીક્ષામાં ઉતીર્ણ ટોપ-30 ઉમેદવારોમાં ત્રણ ગુજરાતી સામેલ છે.

UPSCએ સપ્ટેમ્બર, 2024માં લેખિત પરીક્ષા લીધા બાદ જાન્યુઆરીથી એપ્રિલ, 2025માં ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતાં. પસંદગી પામેલા ઉમેદવારો લાલ બહાદુર શાસ્ત્રી IAS માટે નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન, IPS માટે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVPNPA), અને અન્ય સંબંધિત સેવાઓ માટે ખાસ એકેડમીમાં તાલીમ લેશે. 

2018થી શરૂ કરી હતી તૈયારી

યુપીએસસીની પરીક્ષામાં ટોપર રહેનાર શક્તિ દુબેએ 2018થી પરીક્ષાની તૈયારી કરી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીના અભ્યાસ બાદ તેણે યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી હતી. પરીક્ષાર્થીઓના માર્ક્સ રિઝલ્ટની જાહેરાતના આશરે 15 દિવસ બાદ કરવામાં આવશે. 17 એપ્રિલ, 2025 સુધી યુપીએસસી CSEના ઈન્ટરવ્યૂ ચાલ્યા હતા. ઈન્ટરવ્યૂ રાઉન્ડની શરૂઆત 7 જાન્યુઆરી, 2025ના રોજ થઈ હતી. યુપીએસસીએ CSE 2024 હેઠળ IAS, IPS, IFS સહિતની સેવાઓ માટે 1132 પદ માટે ભરતી યોજી હતી. 

UPSC 2025ના ટોપ 10 રેન્કર્સ

શક્તિ દુબે 

હર્ષિતા ગોયલ 

ડોંગરે અર્ચિત

શાહ માર્ગી 

આકાશ ગર્ગ 

કોમલ પુનિયા

આયુષી બંસલ

રાજ કૃષ્ણા જ્હાં

આદિત્ય વિક્રમ અગ્રવાલ

મયંક ત્રિપાઠી

આ સમાચાર શેર કરો