UPSCમાં પાસ થયેલ 241 ઉમેદવારો પૈકી 26 ઉમેદવારો ગુજરાતનાં, હર્ષિતા ગોયલ સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે
UPSC દ્વારા આજે સિવિલ સર્વિસીઝની એક્ઝામિનેશનના ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામા

UPSC દ્વારા આજે સિવિલ સર્વિસીઝની એક્ઝામિનેશનના ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કુલ 1009 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી માત્ર 241 ઉમેદવારો જ ઉત્તીર્ણ થયા છે. જેમાં ગુજરાતનાં 26 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. સાથે જ ટોપ-30 ઉમેદવારોમાં ગુજરાતનાં ત્રણ વિદ્યાર્થીઓએ બાજી મારી છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને(UPSC) આજે સિવિલ સર્વિસિઝ એક્ઝામિશન(CSE)ના ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યા છે. જેમાં દેશભરમાંથી શક્તિ દુબે ટોપર રહી છે. સાથે જ UPSCની પરીક્ષામાં ઉત્તીર્ણ ટોપ-30 ઉમેદવારોમાં ત્રણ ગુજરાતી સામેલ છે. જેમાં હર્ષિતા ગોયલ દેશભરમાં બીજા ક્રમાંકે, માર્ગી શાહ ચોથા ક્રમે અને પંચાલ સ્મિત ત્રીસમાં ક્રમાંકે આવ્યા છે.




