મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: વિરમગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે બહાદુરી દેખાડી, આત્મહત્યા કરનાર શખ્સનો બચાવ્યો જીવ

અમદાવાદ ગ્રામ્ય વિરમગામ પોલીસ સ્ટેશનન હેડ કોન્સ્ટેબલે અદભુત બહાદુરી દાખવીને એક

Ahmedabad news: વિરમગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે બહાદુરી દેખાડી, આત્મહત્યા કરનાર શખ્સનો બચાવ્યો જીવ

અમદાવાદ ગ્રામ્ય વિરમગામ પોલીસ સ્ટેશનન હેડ કોન્સ્ટેબલે અદભુત બહાદુરી દાખવીને એક શખ્સનો જીવ બચાવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એક શખ્સને રેલ્વે ટ્રેક તરફ દોડતો જોયો હતો.

તે શખ્સ જે ટ્રેક પર ટ્રેન આવી રહી હતી તેના પર જ દોડી રહ્યો હતો. કેન્સ્ટેબલે પોતાનું વાહન રોક્યું અને શખ્સનો જીવ બચાવવા દોડ્યા હતા. તે દરમિયાન તેમણે ટ્રેક પર ઝંપલાવીને શખ્સને ટ્રેક પાછળ ધકેલી દીધો હતો. જોકે બન્નેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

શખ્સને લઈને પોલીસ કોન્સ્ટેબલ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

પૂછપરછમાં શખ્સે જણાવ્યું કે કુટુંબની સમસ્યા અને ગુસ્સેમાં આવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.શખ્સને લઈને પોલીસ કોન્સ્ટેબલ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.પોલીસે શખ્સના પરિવારજનોને પોલીસ સ્ટેશન બહોલાવ્યા હતા. ત્યાં PIની હાજરીમાં શખ્સનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વ્યક્તિએ ફરીથી આવુંન કરવાની ખાત્રી આપી અને પરિવારજનોની યોગ્ય સંભાળ રાખવાનું વચન આપ્યું હતું.

આ સમાચાર શેર કરો