મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodaraમાં હેડ કોન્સ્ટેબલ ભેંદી સંજોગોમાં ગુમ, ચિઠ્ઠીમાં લખ્યું 'દાદા બોલાવે છે, હું જઉં છું'

Vadodara News: વડોદરામાંથી એક હેરત કરનારી ઘટના સામે આવી રહી છે જેમાં એક હેડ કોન્સ્ટેબલ ભેંદી સં

Vadodaraમાં હેડ કોન્સ્ટેબલ ભેંદી સંજોગોમાં ગુમ, ચિઠ્ઠીમાં લખ્યું  'દાદા બોલાવે છે, હું જઉં છું'

Vadodara News: વડોદરામાંથી એક હેરત કરનારી ઘટના સામે આવી રહી છે જેમાં એક હેડ કોન્સ્ટેબલ ભેંદી સંજોગોમાં ગુમ થયાનું સામે આવી રહ્યું છે. શહેરના બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઘરે એક ચિઠ્ઠી લખીને નીકળી ગયા છે જેના પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી નવા પોલીસ લાઈનમાં રહેતા અલ્પેશભાઈ ખોડાભાઈ (મૂળ રહેવાસી બનાસકાંઠા) બાપોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અગાઉ તેઓ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા. કારેલીબાગ પોલીસ સ્ટેશનના આખા સ્ટાફની સાગમટે બદલી થતાં અલ્પેશભાઈની પણ બદલી થઈ હતી અને તેઓને બાપોદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું.

પાણીગેટ પોલીસ લાઇનમાં રહેતા અને મુળ બનાસકાંઠાના વતની અલ્પેશભાઇ ખોડાજી આશરે પાંચ વર્ષથી વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. તેઓ ગત રાત્રે 10:30 વાગે પોલીસ સ્ટેશનથી ઘરે આવ્યા હતા અને ત્યારબાદ કોઈને કશું પણ કહ્યા વગર જતા રહ્યા હતા. પરિવારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેમનો મોબાઇલ પણ સ્વીચ ઓફ બતાવતો હતો. ઘરમાં તપાસ કરતા એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે 'મને મારા દાદા બોલાવે છે અને હું ત્યાં જવું છું'.

તેઓએ સાથી મિત્ર પ્રવીણ અને પરિવારને સંબોધી અંતિમ ચિઠ્ઠી લખી છે. ચિઠ્ઠીમાં દાદા પાસે જવું છું તેવો કર્યો ઊલ્લેખ, પોતાના માથે કોઈ દેવાળું નહી હોવાનો પણ ઊલ્લેખ કર્યો હતો. બનાવને પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે પાણીગેટ પોલીસે જાણવા જોગ નોંધ લઈ ગુમ થયેલા કોન્સ્ટેબલની શોધખોળ હાથ ધરી છે.

થોડા સમય પહેલા જ તેમના પત્ની પોતાના ઘરે ગયા હોવાથી તેઓ એકલા રહેતા હતા. પોતાના એક મિત્ર પ્રવિણભાઇને વોટ્સએપ પર બે પાનાની અંતિમ ચિઠ્ઠી મોકલી હતી. હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ ભેદી સંજોગામાં અંતિમ ચિઠ્ઠી લખી ગુમ થતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. અંતિમ ચિઠ્ઠીને કારણે લોક માનસમાં અનેક સવાલો ઉભા કર્યા છે.

આ સમાચાર શેર કરો