Vadodara: દૂધ ઉત્પાદક મંડળીમાંથી 39 લાખથી વધુની ઉચાપત મામલે મંડળીના પ્રમુખ અને મંત્રી સસ્પેન્ડ
Vadodara News: વડોદરા જીલ્લાના સાવલીમાં દૂધ ઉત્પાદક મંડળીમાં થયેલ ઉચાપતનો મામલે સમાચાર આવ્યા

Vadodara News: વડોદરા જીલ્લાના સાવલીમાં દૂધ ઉત્પાદક મંડળીમાં થયેલ ઉચાપતનો મામલે સમાચાર આવ્યા છે. વડોદરાના ડેસર તાલુકાના મેરાકુવા ગામમાં દૂધ ઉત્પાદક મંડળીમાંથી ઉચાપત મામલો જીલ્લા રજીસ્ટાર એક્શનમાં આવ્યા છે. મેરાકુવા મંડળીના પ્રમુખ રાવજીભાઈ પરમાર અને મંત્રી વિક્રમ સિંહ પરમારને સસ્પેન્ડ કર્યા છે. મૃતકોના નામે દૂધ ભરીને રૂપિયા ઉપાડવાનું કથિત કૌભાંડ સામે આવ્યું હતું. વર્ષ 2019થી 2024 વચ્ચે પાંચ સભાસદો મૃર્ત્યુ પામ્યા હતા. સભાસદોના મોત પછી તેમના નામે દૂધ ભરવામાં આવતું હતું અને તેના નાણાં ઉપાડી લેવામાં આવતા હતા.
39.93 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું
સમગ્ર મામલે મંડળીના મંત્રી વિક્રમસિંહ પરમાર મીડિયા સમક્ષઆવ્યા આવ્યા હતા. મેરાકુવા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી વિક્રમસિંહે મીડિયા સમક્ષ બિન્દાસ્ત રીતે કબૂલાત અને ખુલાસા કર્યા હતા. મંત્રી વિક્રમસિંહ પરમાર દ્વારા પોતાના ઉપર લાગેલ આરોપનો મીડિયા સમક્ષ સ્વીકાર કરતા જીલ્લા રજીસ્ટાર એક્શનમાં આવ્યા હતા.
જે બેંકમાંથી નાણાકીય લેવડ દેવડ થઈ છે તે બેંકના સત્તાધિશોની પણ તપાસ ચાલી રહી છે. ત્રણ દિવસમાં બેંક સત્તાધિશો જવાબ આપશે. સસ્પેન્ડેડ મંત્રી વિક્રમસિંહ દ્વારા ધારાસભ્ય કેતન ઈનામદારને વરસડા દૂધ ઉત્પાદક મંડળીમાં ચાલતો ભ્રષ્ટાચાર પણ ઉજાગર કરે તેવી પણ અગાઉ માંગ કરાઈ હતી.






