અફધાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી ચાલતુ હવાલા કૌભાંડ, આરીફ મિંડીના પુત્રની ધરપકડ
સુરતમાં ઝડપાયેલા ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડ અને હવાલા કૌભાંડનો નવો ખુલાસો થયો છે. કૌભાંડમાં સ

સુરતમાં ઝડપાયેલા ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડ અને હવાલા કૌભાંડનો નવો ખુલાસો થયો છે. કૌભાંડમાં સામેલ કુખ્યાત આરીફ મિંડી ના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. હવાલા અને સાઇબર ફ્રોડના પૈસાથી ગોલ્ડ સ્મગલિંગમાં રોકાણ કરાતું હતું. આરોપી ઉહેદ આરીફ ઉર્ફે આરીફ મીંડી શેખની ધરપકડ કરી છે. ભાગા તળાવ ખાતેથી એસ.ઓ.જી એ આરોપીને ઝડપી પાડ્યો હતો.
તપાસમાં ખુલાસા
ઉહેદ મારફતે દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરતું હતું. જે ગોલ્ડ સ્મગલિંગમાં હવાલા અને સાઇબર ફ્રોડથી મેળવવામાં આવેલા રૂપિયાનું રોકાણ કરાતું હતું. ગોલ્ડની સાથે અન્ય વસ્તુઓનું પણ સ્મગલિંગ કરાવી ભારતમાં ઘુસાડવામાં આવતું હતું. હમણાં સુધી અગાઉ ઝડપાયેલા આરોપીઓએ ઉહેદ આરીફ શેખ મારફતે 90 લાખનું ગોલ્ડ સ્મગલિંગ કરાવ્યું હતું. જે સમગ્લિંગનું ગોલ્ડ સુરતમાં ઘુસાડવામાં આવ્યું હોવાની ચોકાવનારી વિગત મળી હતી. એસઓજીની તપાસમાં નવા ખુલાસા બહાર આવવાની હજી શક્યતા છે. અગાઉ ઝડપાયેલા ત્રણ આરોપીઓના ફરધર ચાર દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.
આરીફ મીંડીનો પુત્ર ઝડપાયો
ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડ અને હવાલા કૌભાંડમાં સિંઘિવાડ ખાતેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, કાશીફ મકબુલ ડોક્ટર અને માસ અબ્દુલ રહીમ નાડા ની ધરપકડ કરાઈ હતી. જે આરોપીઓની પૂછપરછમાં ભાગા તળાવના કુખ્યાત આરીફ મીંડીના પુત્ર કૌભાંડમાં નામ સામે આવ્યું હતું. આરીફ મીંડીનો પુત્ર ઊહેદ આરીફ શેખને અગાઉ ઝડપાયેલા આરોપીઓએ ટોળકીમાં સામેલ કર્યો હતો.








