ગુજરાતના શિક્ષણની વરવી વાસ્તવિકતા, નસવાડી પંથકની શાળાઓમાં ક્યાંક વિદ્યાર્થીઓ તો ક્યાંક શિક્ષકોની અછત
ગુજરાતના શિક્ષણની સ્થિતિ સુધરવાને બદલે દિવસે ને દિવસે કથળી રહી છે. છોટાઉદ

ગુજરાતના શિક્ષણની સ્થિતિ સુધરવાને બદલે દિવસે ને દિવસે કથળી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સુકાપુરા ગામે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળામાં માત્ર 4 બાળકોમાં બે શિક્ષકો જયારે નસવાડી તાલુકામાં 334 શિક્ષકોની જગ્યા ખાલી છે. અધિકારીઓ એક માસ પહેલા બદલીઓના કેમ્પમાં શિક્ષકની બદલી કરીને સુકાપુરા ગામે મુક્યા છે. જયારે અધિકારીઓ ખાલી જગ્યાઓ ઉપર શિક્ષકોની ભરતી કરતા નથી. જે શિક્ષણ વિભાગના અધિકારીઓના અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો છે.
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાત ઠુંઠવાયું, સુરત-નવસારીમાં પારો 7થી 10 ડિગ્રી ગગડ્યો, જાણો ઠંડીની આગાહી..
સુકાપુરાની સ્થિતિ ચોંકાવનારી
નસવાડીથી ત્રણ કિલોમીટર દૂર સુકાપુરા ગામ આવેલું છે. આ ગામમાં ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા આવેલી છે. ફક્ત ચાર વિદ્યાર્થીઓની રજીસ્ટર સંખ્યા છે. જયારે શાળામાં એક શિક્ષક વર્ષોથી ફરજ બજાવે છે. એકમાસ પહેલા તાલુકાની પ્રાથમિક શાળાઓમાંથી બદલીના કેમ્પ યોજવામાં આવ્યા હતાં. જેમાં એક શિક્ષકને સુકાપુરા ગામે મુકવામાં આવ્યા છે. આમ બે શિક્ષકો વચ્ચે ચાર બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે. જયારે નસવાડી તાલુકામાં આવેલી 220થી વધારે પ્રાથમિક શાળાઓમાં 334 જેટલા શિક્ષકોની ઘટ છે.
આદિવાસી વિસ્તારમાં અન્યાય
આદિવાસી વિસ્તાર આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. ત્યારે જિલ્લાના અધિકારીઓ શિક્ષકોની ભરતી થતી નથી. તેવું ગાણું ગાય છે. ચાર બાળકોમાં બે શિક્ષકોનો એક લાખ રૂપિયા પગારનો ખર્ચ દર માસે સરકારના ચોપડે પડે છે. ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓએ બદલી કેમ્પોમાં 40 થી વધુ બાળકોની સંખ્યા વાળી અનેક શાળાઓમાં એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે. જ્યા શિક્ષકોની જગ્યા ખાલી છે. ત્યાં બદલી કરવાની જગ્યાએ અન્ય શાળાઓમાં જ્યા શિક્ષકની જરૂરિયાત નથી. તેવી શાળાઓમાં બદલી કરે છે.
એક વિદ્યાર્થી શાળાએ ન આવે તો..
નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછતાં સરકારે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા ચાલતી હોય ત્યાં બે શિક્ષકો મુકવાનો નિયમ છે. જયારે સંખ્યા બાબતે પૂછતાં તેઓએ ગોળગોળ જવાબ આપ્યો હતો. હાલ તો આદિવાસી વિસ્તારમાં ચાલતી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે છેલ્લા દોઢ વર્ષથી બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. જયારે અધિકારીઓની આવી નિષ્કાળજીના કારણે પણ જરૂરિયાત વાળી જગ્યાએ શિક્ષકોની બદલી ન કરીને આદિવાસી બાળકોને અન્યાય કરી રહ્યા છે.નસવાડી સ્ટેશન વિસ્તારની શાળામાં એક બાળકમાં એક શિક્ષક છે. તે બાળક પણ આવતું નથી. ત્યારે શિક્ષક નવરા ધૂપ બેસી રહે છે. આવી રીતના ચલાવવામાં આવતા શિક્ષણ વિભાગના વહીવટથી તાલુકા માં આવા વહીવટની નિંદા થઇ રહી છે.








