સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હરિભક્તો, હાથમાં પોસ્ટર લઈ કર્યું પ્રદર્શન
સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાળકો સહિત મહિલાઓના થઈ રહેલા શોષણની સામે સિધ્ધાંત

સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાળકો સહિત મહિલાઓના થઈ રહેલા શોષણની સામે સિધ્ધાંત હિતરક્ષક સમિતિ મેદાને ઉતરી છે. ત્યારે આ સમિતિ દ્વારા સંપ્રદાયમાં પેસી ગયેલા લંપટ સાધુઓને બરતરફ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે સુરતમાં પણ હરિભક્તો રસ્તા પર ઉતરીને હાથમાં પોસ્ટર લઈને પ્રદર્શન કરતાં જોવા મળ્યાં હતાં.
300 લોકો ગામડે ગામડે ફરશે
સ્વામિનારાયણ સંસ્થાના બની બેઠેલા લંપટ સાધુ વિરૂધ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યું છે. પાલનપુર પાટિયા ખાતે આવેલા મશાલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડતાલ સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા પોસ્ટર લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લંપટ સાધુના વિરોધમાં પ્રચાર કરવા સુરતથી 300 લોકો રવાના થશે. જેઓ ગામડે ગામડે જઈ લોકોને લંપટ સાધુઓ વિશે સમજાવવામાં આવશે.
50 જેટલા લંપટોને હટાવવા માગ
ઘનશ્યામ પરમાર નામના હરિભક્તે કહ્યું કે, એક મહિનાથી અમે આવેદનપત્ર આપીએ છીએ. યૌન શોષણ કરતા લંપટ સાધુ સામે વિરોધ કરી રહ્યાં છીએ. અમારો અવાજ દબાવવા માટે ફરિયાદ કરવામાં આવે છે. સાધુ નૌતમ સ્વામી ,હરિજીવન સ્વામી, દેવ પ્રકાશ સ્વામી ,સંત વલ્લભ સ્વામી ,પીપી સ્વામી જૂનાગઢ ,ભગવત પ્રસાદ ,વિશ્વજીવન સ્વામી ,માધવ પ્રસાદ અંકલેશ્વર ,જેકે સ્વામી, ઘનશ્યામ કંડારી વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે. આવા લંપટ સાધુઓ સમાજ માટે ખતરા રૂપ છે. સાધુને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરી રહ્યાં છીએ.








