બાપ-દીકરીના પવિત્ર સંબંધને લાંછન, સુરતમાં એકલતાનો લાભ લઈ હવસખોર પિતાએ રાત્રે કર્યા અડપલાં
બાપ-દીકરીના સંબંધને સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. જો કે, આ દિવ્ય સંબંધને લાંછન લગાવતો

બાપ-દીકરીના સંબંધને સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. જો કે, આ દિવ્ય સંબંધને લાંછન લગાવતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. અહિં હવસખોર સગા પિતાએ જ પોતાની પુત્રી પર નજર બગાડી હતી. દીકરી જ્યારે ઘરે એકલી હોય ત્યારે તેની સાથે અડપલાં પણ કરતો હતો. યુવાન દીકરી પિતાના ત્રાસથી કંટાળીને આખરે પોલીસ પાસે પહોંચી હતી. પોલીસે હાલ ગુનો નોંધીને નરાધમ પિતાની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃઅમદાવાદ: 'હોર્સ રાઈડીંગ કરાવતા અંકલે મારી સાથે...', 4 વર્ષની બાળકીએ રડતાં રડતાં કહ્યું
દીકરીએ માતાને વાત કરી
કાપોદ્રા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર આરોપી સીતારામ ગોંડલીયાએ તેની દીકરી સાથે રાત્રિના સમયે એકલતાનો લાભ લઈને પાસે સૂઈ ગયો હતો. બાદમાં છાતિ સહિતના અંગો પર હાથ ફેરવીને અડપલાં કર્યા હતાં. દીકરી જાગી જાય તો સૂવાનું નાટક કરવા લાગતો હતો. આખરે દીકરીએ સમગ્ર ઘટના અંગે માતાને વાત કરી હતી. જેથી માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં તેણીએ હિંમત આપતા ફરિયાદના આધારે પોલીસે પિતાની ધરપકડ કરી છે.
માતા-પિતા વચ્ચે થતાં ઝઘડા
સીતારામ ગોંડલીયા દ્વારા 29 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન રાત્રિના સમયે દીકરીની એકલતાનો લાભ ઉઠાવી દીકરી સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા. દીકરીના પિતા અને માતાનું લગ્ન જીવન બરાબર ચાલતું નહોતું. બન્ને વચ્ચે વારંવાર અણબનાવ થતાં હતાં. જેથી 19 વર્ષની દીકરી વર્ષોથી મામાના ઘરે જ રહેતી હતી. જો કે, દીકરી દોઢેક વર્ષથી પિતા પાસે આવી હતી. જ્યાં એકલતાનો લાભ લઈને પિતાએ આવી હરકત કરી હતી. હાલ કાપોદ્રા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.








