અમદાવાદ: 'હોર્સ રાઈડીંગ કરાવતા અંકલે મારી સાથે...', 4 વર્ષની બાળકીએ રડતાં રડતાં કહ્યું
અમદાવાદના વેજલપુરમાં રહેતી મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે 9 તારીખની સ

અમદાવાદના વેજલપુરમાં રહેતી મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે 9 તારીખની સાંજે મહિલા તેની દિકરી અને બહેન સાથે વસ્ત્રાપુર તળાવ ખાતે ફરવા ગઈ હતી. ત્યારે તેમની દીકરીને ઘોડા પર આંટો મરાવવા માટે મેરાજ ભાટી નામના યુવાનના ઘોડા પર બેસાડી હતી. જો કે તે ઈસ્કોન ગાંઠિયા તરફ લઈ જવાને બદલે મોલની ગલી તરફ લઈ ગયો હતો. બાદમાં રાઈડ કરાવીને પરત લાવ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટ : ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
બાળકીએ કહ્યું હોર્સ રાઈડીંગ સમયે અંકલે મારી સાથે છેડછાડ કરી
રાતના સમયે ઘરે ગયા બાદ બાળકીને ગુપ્તાંગમાં અસહ્ય દુખાવાની ફરિયાદ કરી હતી. જેથી માતને શંકા ગઈ હતી. બાળકીને સમગ્ર બાબતે પૂછપરછ કરતાં જણાવ્યું કે હોર્સ રાઈડીંગ સમયે અંકલે મારી સાથે છેડછાડ કરી હતી.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
આ સાંભળીને માતાના હોશ ઉડી ગયા હતા. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘોડેસવારી કરાવતા યુવાન સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.






