મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હળવદ પાલિકાની ઘોર બેદરકારી આવી સામે, સિનિયર સીટીઝન પાર્ક બન્યો અસામાજિક તત્વોનો અડ્ડો

હળવદ પાલિકાની ઘોર બેદરકારીના કારણે હળવદ સિનિયર સીટીઝન પા

હળવદ પાલિકાની ઘોર બેદરકારી આવી સામે, સિનિયર સીટીઝન પાર્ક બન્યો અસામાજિક તત્વોનો અડ્ડો

હળવદ પાલિકાની ઘોર બેદરકારીના કારણે હળવદ સિનિયર સીટીઝન પાર્ક બન્યો અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો. રાત્રિના સમયે દારૂ તથા કેફી દ્રવ્યોના સેવન માટેની બની જગ્યા.

સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજિત 54 લાખના ખર્ચે સિનિયર સીટીઝન પાર્ક બનાવવામાં આવ્યો હતો. જે હવે તંત્રની જાળવણીના અભાવે લાખો રૂપિયાના ખર્ચે બનેલ પાર્ક બન્યો ખંડેર. સીટીઝન પાર્કમાં રમત-ગમતના સાધનો, પાણીના ફુવારા અને બેસવા માટેના બાંકડાઓ પણ દયનીય સ્થિતિમાં.

તંત્રની ઘોર બેદરકારીના કારણે રાત્રિના સમયે આ પાર્ક અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો બની જવા પામ્યો છે. પાર્કમાં રાત્રિના સમયે દારૂ તથા કેફી દ્રવ્યોનું સેવન કરતાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. હાલ નર્કગાર બની ગયેલા પાર્કમાં સિનિયર સિટીઝનોને પાર્કમાં બેસવું તો બેસવું કયા તે એક મોટો પ્રશ્ન બન્યો છે.

આ સમાચાર શેર કરો