VIDEO: હળવદના રસ્તા પર બોક્સ પેક દવાઓ અને બાટલાનો જથ્થો રઝળતો મળ્યો
રાજ્યના હળવદમાં રસ્તે રઝળતી બોક્સ પેક દવાઓનો મોટા પ્રમાણમાં જથ્
રાજ્યના હળવદમાં રસ્તે રઝળતી બોક્સ પેક દવાઓનો મોટા પ્રમાણમાં જથ્થઓ મળી આવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે હળવદના ઈગોરાળાથી મયાપુર જવાને રસ્તે આવેલા નર્મદા કેનાલ પાસે સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો.જે જથ્થો મળી આવ્યો તેમાં ગુજરાત સરકારના ઉપયોગ માટેનું લખાણ લખેલું હતું.
દવાઓ બાબતે રાજકારણ ગરમાયું
જાહેરમાં મળી આવેલી દવાઓ બાબતે હવે રાજકારણ ગરમાયું છે.જેમાં ભાજપના તાલુકા પ્રમુખ દ્વારા દવાઓના સરકારી જથ્થા મામલે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
દવાનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણે નાખ્યો
સરકારી ટેબલેટ સાથે બોટલો મળી આવતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.તો બીજી તરફ આટલી મોટી સંખ્યામાં દવાનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણે નાખ્યો તે અંગે ગ્રામજનો દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે.






