હળવદ નગરપાલિકા ચૂંટણીની તારીખ થઈ જાહેર, જીત માટે રાજકીય પક્ષોનું એડી ચોટીનું જોર
રાજ્યમાં ગઈ કાલે ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જા

રાજ્યમાં ગઈ કાલે ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યમાં કુલ 66 નગરપાલિકામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં હળવદ નગરપાલિકા કે જેની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે ને સુપરસીડ કરવામાં આવી હતી તેમાં 16મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાશે.
ભર શિયાળે રાજકીય ગરમાવો
હળવદ નગરપાલિકાની ૨૮ બેઠકો માટે ૧૬મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેણા કારણે આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. જેમાં 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. ચૂંટણીની જાહેરાત સાથે જ ભર શિયાળે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. તમામ રાજકીય પક્ષો નગરપાલિકા ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાડવામાં મંડ્યા છે.
આ પણ વાંચો: VIDEO : રાજકોટના રાવકી ગામે જુગાર રમતા ધવલ ભુવા સહિત 7ની મુદ્દામાલ સાથે અટકાયત
ટિકિટ ઇચ્છુકો પહોંચ્યા પોતાનાં ગોડફાધરના શરણે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનું અમલીકરણ શરૂ થઈ ગયું છે. સાથે જ વિકાસકાર્યો પર બ્રેક લગાવવામાં આવ્યો છે. ચૂંટણીને લઈને ટિકિટ ઈચ્છુકો ટીકીટ માટે પોતપોતાનાં ગોડફાધરના શરણે પહોંચ્યા છે. હાલના વહીવટીદારોને શાસનમાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે નવા સીમાંકન મુજબ ચૂંટણી યોજાશે. ચૂંટણી બાદ અટવાયેલા વિકાસના કાર્યો ઉકેલાય તેવી લોકોની આશા બંધાઈ છે.
હળવદ નગરપાલિકા ચૂંટણીનો કાર્યક્રમ:
- 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
- 2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
- 3 ફેબ્રુઆરીએ થશે ફોર્મની ચકાસણી
- 4 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
- 16 ફેબ્રુઆરીએ થશે મતદાન
- 17 ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફેર મતદાન
- 18 ફેબ્રુઆરીએ થશે મતગણતરી








