મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં જ્વેલર્સની દુકાનમાંથી દાગીનાની ખરીદી પેમેન્ટના ખોટા મેસેજ બતાવી ઠગાઈ કરનાર રીઢો ઝડપાયો

સુરતના લિંબાયત અને ચોકબજારમાં જવેલર્સની દુકાનમાં ચહેરા પર માસ્ક તથા ટોપ

સુરતમાં જ્વેલર્સની દુકાનમાંથી દાગીનાની ખરીદી પેમેન્ટના ખોટા મેસેજ બતાવી ઠગાઈ કરનાર રીઢો ઝડપાયો

સુરતના લિંબાયત અને ચોકબજારમાં જવેલર્સની દુકાનમાં ચહેરા પર માસ્ક તથા ટોપી લગાવી ૨.૬૯ લાખના સોનાના ઘરેણાંની ખરીદી કરી હતી. પોતાના ખોટા નામથી બીલ બનાવી, બેંકના ડેબીટના મેસેજનુ એડિટીંગ કરી ઠગાઈ કરનાર રીઢા આરોપીને લિંબાયત પોલીસે ઝડપી પાડયા હતા. ઠગાઈ તથા સલાબતપુરા વિસ્તારમાં મોપેડ ચોરી સહિતના ત્રણ અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલી કાઢયા હતા

સ્કેન કર્યાનો દેખાડો કર્યો

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઠગાઈ અને વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી દેવલ ઉર્ફે ડેવીડ જીતેન્દ્રભાઈ શિંદે (રહે-સરસ્વતી સોસાયટી માર્ક પોઈન્ટ પાસે ડિંડોલી) ને લીંબાયત પોલીસે ઝડપી પાડયા હતા. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ લિંબાયત વિસ્તારમાં આવેલ જયશ્રી જવેલર્સ નામની દુકાનમાં મોઢાના ભાગે માસ્ક તથા ટોપી પહેરીને દુકાનમાંથી સોનાની ચેન, એક સોનાની કાનમાં પહેરવાની બુટ્ટી, સોનાના પેન્ડલ તથા ચેન મળી કુલ ૨, મળી ૨૦,૫૦૦ ની ખરીદી કરી ખોટા નામથી બિલ બનાવી દાગીના ખરીદ કરેલ જેનું ઓનલાઈન પેમેન્ટ કરવાનુ કહી દુકાન પર રાખેલ સ્કેનર પર સ્કેન કરવાનું કહિ પોતાના મોબાઇલથી સ્કેન કરવાનો દેખાવ કર્યો હતો.

મોપેડ પર આવ્યો હતો

આરોપીએ પોતાના મોબાઇલમાં ટેકસ મેસેજ ટાઇપ કરી ફરીયાદીના મોબાઇલમાં મોકલી પૈસા જમા થઇ ગયા છે, તેવું જણાવી પેમેન્ટ ચૂકવ્યા વગર ઘરેણા લઈને ઠગાઈ કરી નાસી ગયો હતો.એજ રીતે આરોપીએ ચોકબજાર વિસ્તારમાં પણ સરગમું જવેલુસ નામની દુકાનમાંથી એક ૨૨ કેરેટ અને એક ૨૦ કેરેટનીસોનાની વિટી મળી કુલ રૂ.૪૯ હજારની ખરીદી કરી જવેલર્સ સાથે ઠગાઈ કરી નાસી ગયો હતો. એટલું જ નહીં આ સિવાય આરોપીએ સલાબતપુરા વિસ્તારમાં આવેલ ૮૦ ફુટ રોડ હિરામણી ચાલ કૌસર ચાઇનીઝની લારીની પાસેથી ડુપ્લીકેટ ચાવી વડે એક બર્ગમેન મોપેડની ચોરી કરી હતી. ચોરી કરેલ બર્ગમેન મોપેડનો ઉપયોગ આરોપીએ ગત તા. ૨૪ ના રોજ લિંબાયત વિસ્તારમાં ઠગાઈના ગુનામાં કર્યો હતો.આ ત્રણે ગુનાના ભેદ પોલીસે ઉકેલી આરોપી વિરુદ્ધ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો