ગુજરાતની નવી ટીમમાં મુખ્યમંત્રી સિવાય 6 મંત્રીઓ રિપિટ, ખાતાની ફાળવણી પર સસ્પેન્સ!
ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મ

ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી દીધી છે. બુધવારે (16 ઑક્ટોબર, ગુરુવાર) રાજ્યના તમામ 16 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા બાદ આજે, શુક્રવારે (17 ઑક્ટોબર) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળ માટે શપથવિધિ યોજાશે.
આ વિસ્તરણમાં કુલ 26 મંત્રીઓની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં "નો-રિપીટ" થિયરીની ચર્ચા વચ્ચે, નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 7 મંત્રીઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે પક્ષે અનુભવ અને કાર્યક્ષમતાને મહત્ત્વ આપ્યું છે.
આ 6 મંત્રીઓ રિપીટ થયા:
નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય જે 6 મંત્રીઓનું પુનરાવર્તન થયું છે તેમાં નીચેના દિગ્ગજોનો સમાવેશ થાય છે:
ઋષિકેશ પટેલ
કુંવરજી બાવળીયા
પરષોત્તમ સોલંકી
પ્રફુલ પાનસેરિયા
હર્ષ સંઘવી
કનુ દેસાઈ
પહેલાં કોની પાસે કયું ખાતું હતું?
જોકે આ 6 મંત્રીઓએ રાજીનામું આપી દીધું હોવાથી, તેમને નવા મંત્રીમંડળમાં કયા ખાતાં ફાળવવામાં આવશે તે અંગે રાજકીય વર્તુળોમાં ભારે અટકળો ચાલી રહી છે. અગાઉ, તેમની પાસે નીચે મુજબના મહત્ત્વપૂર્ણ વિભાગો હતા:
ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 6 દિગ્ગજો રિપીટ, ખાતાની ફાળવણી પર સસ્પેન્સ
ઋષિકેશ પટેલ: આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો.
કુંવરજી બાવળીયા: જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા.
પરષોત્તમ સોલંકી: મત્સ્યોદ્યોગ અને પશુપાલન.
પ્રફુલ પાનસેરિયા: સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ.
હર્ષ સંઘવી: રમત ગમત અને યુવક સેવા, ગૃહ રક્ષક દળ, ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ (રાજ્યકક્ષા-સ્વતંત્ર હવાલો).
કનુ દેસાઈ: નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ.
શપથવિધિ પર નજર:
આજે શપથવિધિ સમારોહ બાદ મોડી સાંજે અથવા આવતીકાલે આ નવા અને રિપીટ થયેલા મંત્રીઓને તેમના ખાતાઓની ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે. હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયા જેવા યુવા ચહેરાઓને પ્રમોશન આપી કેબિનેટ કક્ષાનું સ્થાન મળે છે કે કેમ, અને અગાઉના દિગ્ગજોને તેમના જૂના ખાતાં જાળવી રખાય છે કે પછી મહત્ત્વના વિભાગોમાં ફેરબદલ થાય છે, તે જોવું રહ્યું. આ મંત્રીમંડળ વિસ્તરણને ભાજપની 2027ની ચૂંટણીની રણનીતિના ભાગ રૂપે જોવામાં આવી રહ્યું છે, જેમાં પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણોને મહત્ત્વ આપીને નવા ચહેરાઓને તક આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
અર્જુન મોઢવાડિયા સહિત 19 નવા ચહેરાને સ્થાન
ગુજરાતના નવા મંત્રીમંડળમાં અર્જુન મોઢવાડિયા (પોરબંદર) સહિત કુલ 19 નવા ચહેરાને સ્થાન અપાયું છે, જે આ પ્રમાણે છે.
દર્શના વાઘેલા (અસારવા)
મનીષા વકીલ (વડોદરા શહેર)
રિવાબા જાડેજા (જામનગર ઉત્તર)
સ્વરૂપજી ઠાકોર (વાવ)
જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ)
કાંતિ અમૃતિયા (મોરબી)
કૌશિક વેકરિયા (અમરેલી)
રમેશ કટારા (ફતેપુરા)
ત્રિકમ છાંગા (અંજાર)
ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર)
રમણ સોલંકી (બોરસદ)
સંજયસિંહ મહિડા (મહુધા- ખેડા)
પ્રવીણ માળી (ડીસા)
પ્રદ્યુમન વાઝા (કોડીનાર)
નરેશ પટેલ (ગણદેવી)
ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર)
પી.સી. બરંડા (ભીલોડા)
કમલેશ પટેલ (પેટલાદ)
ગુજરાતમાં ઝોન પ્રમાણે ક્યાંના કયા નેતાને મંત્રીમંડળમાં સ્થાન
ઉત્તર ગુજરાત
સ્વરુપજી ઠાકોર - વાવ
પ્રવીણ માળી - ડીસા
ઋષિકેશ પટેલ - વિસનગર
પી.સી.બરંડા - ભિલોડા
દક્ષિણ ગુજરાત
ઈશ્વર સિંહ પટેલ - અંકલેશ્વર
પ્રફુલ્લ પાનસેરિયા - કામરેજ
હર્ષ સંઘવી - મજૂરા
જયરામ ગામીત - નિજર
નરેશ પટેલ- ગણદેવી
કનુ દેસાઈ - પારડી
કચ્છ-સૌરાષ્ટ્ર
ત્રિકમ છાંગા - અંજાર
કાંતિ અમૃતિયા - મોરબી
કુંવરજી બાવળિયા - જસદણ
રિવાબા જાડેજા - જામનગર ઉત્તર
અર્જુન મોઢવાડિયા - પોરબંદર
ડૉ. પ્રદ્યુમન વાજા - કોડિનાર
કૌશિક વેકરિયા - અમરેલી
પરશોત્તમ સોલંકી - ભાવનગર ગ્રામ્ય
જીતુ વાઘાણી- ભાવનગર પશ્ચિમ
મધ્ય ગુજરાત
ભૂપેન્દ્ર પટેલ - ઘાટલોડિયા
દર્શનાબેન વાઘેલા - અસારવા
કમલેશ પટેલ - પેટલાદ
જયસિંહ મહિડા - મહુધા
રમેશ કટારા - ફતેપુરા
મનીષા વકીલ - વડોદરા શહેર
રમણ સોલંકી - બોરસદ
રાજ્યપાલ શપથ લેવડાવશે, હાઇકમાન્ડ હાજર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.








