ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છલકાયો, મુખ્યમંત્રીએ અમૃત મુહૂર્તમાં નર્મદા નીરનાં કર્યા વધામણાં
ગુજરાતની તરસ છીપાવતો જીવદોરી સમાન નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂ

ગુજરાતની તરસ છીપાવતો જીવદોરી સમાન નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વધામણાં કરવામાં આવ્યા હતાં. માં નર્મદાને ચૂંદડી, શ્રીફળ અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે માં નર્મદાના વધામણાં કરવામાં આવ્યા હતાં. માં નર્મદાની મુખ્યમંત્રી દ્વારા આરતી પણ ઉતારવામાં આવી હતી.
42 ગામોને એલર્ટ
નર્મદાના વધામણાં બાદ નર્મદા ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા હતા. આ 10 ગેટ ખોલતા 85 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. હવે તબક્કા વાર પાણી છોડાતા ભરૂચ, નર્મદા અને વડોદરાના 42 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. જોકે હવે આ નર્મદાનું પાણી કચ્છ સુધી જતા આવનારા દિવસોમાં ઉનાળો આકરો રહે તોય 2 વર્ષ સુધી ચાલે એટલી માત્રામાં પાણી સંગ્રહ થયો છે.
નર્મદાના નીરના વધામણાં
સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલોછલો ભરાયો છે. ડેમમાં હાલ 82,408 ક્યૂસેક પાણીની આવક છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4364 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન મારફત 40,930 ક્યૂસેક પાણીની જાવક છે.નર્મદા ડેમ પર પહોંચીને 12.39 વાગે અમૃત મુહૂર્તમાં બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચારણો સાથે નર્મદા નદીનાં નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરીને પૂજા કરાઈ હતી.






