સતત ત્રીજા દિવસે ગુજરાતની ધરા ધ્રુજી, વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાતા ડરનો માહોલ
ભૂકંપનું નામ સાંભળતા જ ગુજરાતીઓમાં ધ્રુજારી આવી જતી હોય છે. ત્યારે સતત ત્રીજા દિવસે ગુજરાતની ધરા ધ્રુજ

ભૂકંપનું નામ સાંભળતા જ ગુજરાતીઓમાં ધ્રુજારી આવી જતી હોય છે. ત્યારે સતત ત્રીજા દિવસે ગુજરાતની ધરા ધ્રુજતા લોકોમાં ડરનો માહોલ પેદા થયો છે. પાટણ, કચ્છ બાદ આજે વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેથી લોકોમાં રીતસરનો ડર પેસી ગયો છે. વલસાડના ધરમપુર પંથકમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. જોકે, ભૂકંપની તિવ્રતા ખૂબ ઓછી હોવાથી લોકોએ રાહતનો દમ લીધો છે.
આ પણ વાંચોઃપાટણના જે ગામમાં ભૂકંપ આવ્યો ત્યાં પહોચ્યું GSTV, VIDEOમાં જુઓ કેવી છે સ્થિતિ
ધરમપુરના મોળાઆંબા ગામે કેન્દ્રબિંદુ
વલસાડ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકાથી લોકોમાં ડરી પેસી ગયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોળાઆંબા ગામ પાડે ભૂકંપનું એપિસેન્ટર નોંધાયું છે. સવારે 11.03 વાગ્યે 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો.
પાટણ-કચ્છ બાદ ત્રીજો આંચકો
રવિવારે ઉત્તર ગુજરાતમાં પાટણ સહિત અન્ય જગ્યાઓએ ભૂકંપ આવ્યો હતો. અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાટણમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 12 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં નોંધાયું હતું. આ ભૂકંપના આંચકા રાત્રે આવ્યા હતા. જ્યારે સોમવારે કચ્છ જિલ્લામાં આવેલા રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા 4.0ની હોવાનું સામે આવ્યું છે. કચ્છમાં રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.








