ગુજરાત સમાચાર-GSTV પ્રેરિત શાંતિલાલ શાહ ફેલોશિપ પ્રોગ્રામ, પસંદગી પામેલા ઉમેદવારોના નામ આજે સાંજે થશે જાહેર
'ગુજરાત સમાચાર ગ્રુપ' દ્વારા ગુજ

'ગુજરાત સમાચાર ગ્રુપ' દ્વારા ગુજરાતના આશાસ્પદ યુવક-યુવતીઓને પત્રકારત્વ ક્ષેત્રે યોગ્ય તક ઉપલબ્ધ કરાવવા તેમજ નવા પત્રકારોના મજબૂત ઘડતર માટે ગ્રૂપના સ્થપતિ અને અધિષ્ઠાપક તંત્રી શાંતિભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે આજથી 'શાંતિભાઈ શાહ જર્નાલિઝમ ફેલોશિપ'ની પહેલ થઈ રહી છે. આ ફેલોશિપ માટે લેખિત પરીક્ષા અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ બાદ ૧૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. પસંદ થયેલા ઉમેદવારોની જાહેરાત આજે સાંજે GSTV કેમ્પસ ખાતે યોજાનારા શ્રેયાર્થ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં મુખ્ય મહેમાન લોર્ડ ભીખુ પારેખની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ મળી રહેશે
તાલીમ દરમિયાન વીડિયો એડિટિંગ, ફોટોગ્રાફી, વેબ જર્નાલિઝમ, રિસર્ચ, ઇન્ટરવ્યૂ પ્લાનિંગ વગેરેમાં તેમને સહભાગી બનાવવામાં આવશે અને વરિષ્ઠ પત્રકારો, લેખકો દ્વારા પ્રેક્ટિકલ ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે.
તાલીમ પૂર્ણ થયા બાદ મળશે સર્ટિફિકેટ
ફેલોશિપની મહત્તમ સંખ્યા 10 રહેશે. પ્રથમ ત્રણ મહિના માસિક રૂપિયા 5 હજાર, પછીના 6 મહિના માસિક રૂપિયા 10 હજાર સ્ટાઈપેન્ડ મળશે. પ્રથમ 3 મહિના તાલિમનો સમય ચાર કલાક અને પછીના 6 મહિના તાલીમનો સમય 8 કલાકનો રહેશે. 9 મહિનાની તાલીમ પૂર્ણ થયા બાદ સર્ટિફિકેટ આપવામાં આવશે.








