ગુજરાતને ભારે વરસાદમાંથી મળશે રાહત, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ આફત બનીને આવ્યું છે. ભારે વરસાદને પગલે જનજીવનને અસર થઇ છે. જોકે, આ વચ્ચે હવામાન વિ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ આફત બનીને આવ્યું છે. ભારે વરસાદને પગલે જનજીવનને અસર થઇ છે. જોકે, આ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. 28 ઓગસ્ટે સાંજથી ગુજરાતને ભારે વરસાદથી રાહત મળી શકે છે.
IMD અનુસાર, ગુજરાત માટે 28 ઓગસ્ટે સાંજ સુધી ભારે વરસાદમાંથી રાહત મળશે. કાલ સવારે ઊંડુ દબાણ પાકિસ્તાન તરફ જતુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ઉત્તર ગુજરાત પર મંડરાઇ રહેલુ દબાણ આજ સાંજ સુધી પ્રભાવિત વિસ્તારમાંથી બહાર નીકળવાની આશા છે.
ગુજરાતને ભારે વરસાદમાંથી મળશે રાહત
હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે છેલ્લા 6 કલાકથી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહેલી હવામાન સિસ્ટમ આજે સવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ પર હાજર હતી. આ સ્થિતિ ગુજરાતના ભુજથી ઉત્તર-ઉત્તરપૂર્વમાં, ગુજરાતના નલિયાથી લગભગ 120 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ અને પાકિસ્તાનના કરાચીથી લગભગ 320 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે.
જેમ જેમ આ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ તે ધીમે-ધીમે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છના ક્ષેત્રને પાર કરે તેવું અનુમાન છે. આવતીકાલે એટલે કે 29મી ઑગસ્ટની સવાર સુધીમાં તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે, પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી પહોંચે તેવું અનુમાન છે. આ દર્શાવે છે કે, ગુજરાતને અસર કરતી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓની અસર આજે સાંજ સુધીમાં નોંધપાત્ર રીતે ઘટી જશે.
ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ વળ્યું
આ સાથે જ મધ્યપ્રદેશના ઉત્તરીય વિસ્તારોમાં અને તેની નજીકના દક્ષિણ ઉત્તર પ્રદેશમાં સ્થિત વધુ એક લો પ્રેશરનું ક્ષેત્ર ઘટ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના રહેવાસીઓને પડકારજનક હવામાનનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ વળ્યું હોવાથી રાહત મળી છે. બીજી તરફ રાજ્ય સરકાર અને હવામાન એજન્સીઓ સતર્ક છે અને સમયસર એડવાઇઝરી જાહેર કરી રહી છે. આ ઉપરાંત તેઓ પ્રભાવ ઘટાડવા માટે જરૂરી તૈયારીઓ પણ કરી રહી છે.
આવતીકાલે સવાર સુધીમાં ડીપ ડિપ્રેશન પાકિસ્તાન અને અરબી સમુદ્ર તરફ શિફ્ટ થતાં જ ગુજરાત માટે સૌથી ખરાબ સ્થિતિ સમાપ્ત થઈ ગઈ હોય તેમ લાગે છે, જેનાથી રાજ્ય ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં આવી જશે. જો કે, જ્યાં સુધી સિસ્ટમ સંપૂર્ણપણે ક્ષેત્રમાંથી બહાર નીકળી ન જાય ત્યાં સુધી સતત મોનિટરિંગ અને સત્તાવાર સલાહોનું પાલન કરવું મહત્ત્વપૂર્ણ છે.








