મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: મેડિકલ કમિશને 250 મેડિકલ બેઠકો ઘટાડી, સ્વામિનારાયણ કોલેજની તમામ બેઠકો ઝીરો કરાઈ

ગુજરાતમાં મેડિકલ કમિશને 250 મેડિકલ બેઠકો ઘટાડી છે. મળતા અહેવાલ પ્રમાણે CBI તપાસમાં ગેરરીતીના આરોપ

Gujarat news: મેડિકલ કમિશને 250 મેડિકલ બેઠકો ઘટાડી, સ્વામિનારાયણ કોલેજની તમામ બેઠકો ઝીરો કરાઈ

ગુજરાતમાં મેડિકલ કમિશને 250 મેડિકલ બેઠકો ઘટાડી છે. મળતા અહેવાલ પ્રમાણે CBI તપાસમાં ગેરરીતીના આરોપો લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મામલે ગુજરાત રાજ્યની ત્રણ મેડિકલ કોલેજોની બેઠકો ઘટાડવામાં આવી હતી. જેમાં ગુજરાતની કલોલમાં આવેલી સ્વામિનારાયણ મેડિકલ કોલેજની બેઠકો ઝીરો કરવામાં આવી છે.

સ્વામિનારાયણ મેડિકલ કોલેજની 150 બેઠકોને ઝીરો કરવામાં આવી 

 કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજની 150 બેઠકોને ઝીરો કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દેશભરમાં CBIની તપાસ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં પણ આ તપાસ કરવામાં આવી હતી.

 CBIએ 49 લોકો સામે ફરિયાદ નોંધી

કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ઈન્સપેક્શનમાં એ સામે આવ્યું હતું કે કોલેજે ગેરરીતિ આચરી હતી અને કમિશન લીધું હોવાનુંલ પૂરવાર કરવામાં આવ્યું હતું. CBI દ્વારા 14 મેડિકલ કોલેજોના મેનેજમેન્ટના માણસ સહિત કુલ 35 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષ માટે પ્રતિબંઘ લગાવવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો