Gujarat news: સુરેન્દ્રનગર, વઢવાણ અને રાજકોટમાં આજથી 5 દિવસ સુધી લોકમેળો, લાખોની સંખ્યામાં લોકો ઉમટશે
ગુજરાતના સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરમાં મહાનગરપાલિકા તંત્ર

ગુજરાતના સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા દર વર્ષે જન્માષ્ટમીના લોકમેળાનું પાંચ દિવસ આયોજન કરવામાં આવે છે જેની તમામ તૈયારીઓ પૂર્ણ થતાં આજથી બન્ને લોકમેળાને વિધિવત રીતે પ્રજાજનો તેમજ મેળારસીકો માટે ખુલ્લા મુકવામાં આવશે અને લોકો મન મુકીને મેળાની મજા માણશે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વખત ચાલુ વર્ષે શહેરની આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં વિરાસત જન્માષ્ટમી લોકમેળાનું તેમજ વઢવાણ રેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે ધરોહર જન્માષ્ટમી લોકમેળાનું આગામી તા.૧૮ ઓગષ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રજાજનો માટે ખુલ્લા મુકવામાં આવશે
આ બન્ને લોકમેળાને આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રજાજનો માટે ખુલ્લા મુકવામાં આવશે જેમાં સુરેન્દ્રનગર આર્ટસ કોલેજના ગ્રાઉન્ડ ખાતે આજે સવારે ૯-૩૦ કલાકે તેમજ વઢવાણના મેળાનું આજે સવારે ૧૦-૩૦ કલાકે લોકસભાના સાંસદ, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, મનપા કમિશનર, જિલ્લા કલેકટર, ડેપ્યુટી આઈજી ડો.ગીરીશકુમાર પંડયા સહિતનાઓની ઉપસ્થિતિમાં ખુલ્લા મુકવામાં આવશે. આ તકે રાજકીય આગેવાનો સાથે સાથે સંતો, મહંતો, સામાજીક આગેવાનો, શહેરીજનો અધિકારીઓ સહિતનાઓ ઉપસ્થિત રહેશે.
બન્ને લોકમેળામાં દરરોજ અલગ-અલગ કલાકારો દ્વારા ડાયરો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે તેમજ લોકોને મેળો માણવામાં કોઈ હાલાકી ન પડે તે માટે સીસીટીવી કેમેરા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીક્યોરીટી ગાર્ડ, વોચ ટાવર, સેલ્ફી પોઈન્ટ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે બન્ને લોકમેળામાં અવનવી રાઈડ્સ, ખાણી-પીણી તેમજ રમકડાના સ્ટોલ વગેરે આકષર્ણનું કેન્દ્ર બનશે અને પાંચ દિવસ સુધી ચાલનાર આ બન્ને મેળામાં અંદાજે ૮ લાખથી વધુ મેળારસીકો મેળો માણવા ઉમટી પડશે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.
સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ વચ્ચે આજથી લોકમેળાઓનો શુભારંભ
સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ વચ્ચે આજથી લોકમેળાઓનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ગત વર્ષે સાતમ-આઠમ દરમિયાન ભારે વરસાદને કારણે લોકમેળો ધોવાઈ ગયો હતો, જેના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું હતું. આ વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આજથી રાજકોટમાં ખુલ્લો મૂકવામાં આવશે. રાજકોટના પ્રભારી મંત્રી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાંજે 4:30 વાગે મેળાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ધારાસભ્યો અને ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.પાંચ દિવસ ચાલનારા આ મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખથી વધુ લોકો ઉમટી પડશે. આજે સાંજે શૌર્યનો સિંદૂર મેળાનો પણ પ્રારંભ થશે. વરસાદની આગાહી હોવા છતાં, ફેરિયાઓથી લઈને મોટા વેપારીઓ સુધી સૌ સારા વેપારની આશા રાખે છે. આ મેળો સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને વેપારનું ભવ્ય આયોજન બનશે.
- 37 ટકા લોકોને સોશિયલ મીડિયા થકી, 14 ટકા લોકોને અખબારો અને ટીવી થકી, 22 ટકા લોકોને અન્ય લોકોની પ્રશંસા થકી, 17 ટકા લોકોને થિયેટરોમાં લાગેલા પોસ્ટરો થકી ગુજરાતી ફિલ્મોની જાણકારી મળે છે.
- 60 ટકા વડોદરાવાસીઓનું કહેવું છે કે, ગુજરાતી ફિલ્મોનું કદ મોટા પડદાને અનુરુપ નથી હોતું.
- 46 ટકા લોકો ગુજરાતી ફિલ્મો સાથે ભાવનાત્મક લગાવ અનુભવે છે. 40 ટકા લોકો અમુક અંશે આ પ્રકારની લાગણી ધરાવે છે.
- ગુજરાતી ફિલ્મો જોવા માટે 35 ટકા લોકો વધુ પ્રમાણમાં અને 68 ટકા લોકો ક્યારેક ઓનલાઈન રિવ્યૂ પર આધાર રાખે છે. 8 ટકા લોકો ફિલ્મ જોતા પહેલા ઓનલાઈન રિવ્યૂ જોતા નથી.








