Gujarat news: અમૂલ સહિત 7 દુધ સંઘો અને 12 APMCની બે મહિનામાં જ ચૂંટણી, ભાજપ વિરુદ્ધ ભાજપ જેવો ઘાટ સર્જાશે તેવા એંધાણ!
ગુજરાતમાં ફરીથી ચૂંટણીનો માહોલ જામશે તેવા એંધાણ વર્તાઈ

ગુજરાતમાં ફરીથી ચૂંટણીનો માહોલ જામશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યની બનાસ,મધુર, અમૂલ સહિત 7 દુધ સંઘો અને 12 APMCમાં બે મહિનામાં જ ચૂંટણી યોજાશે. મળતા અહેવાલ પ્રમાણે મહેસાણા અર્બન બેંકની જેમ ભાજપ વિરુદ્ધ ભાજપ જેવો જ ઘાટ સર્જાશે તેવા એંધાણ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાના લિટમસ ટેસ્ટ 33 સહકારી સંસ્થાઓમા ચૂંટણી જાહેર થશે.
ઓગસ્ટ મહિનામાં આણંદ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ,અમરેલી પછી બનાસકાંઠામાં ઉત્પાદન સંઘોની ચૂંટણી
મળતા અહેવાલ પ્રમાણે આ મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનામાં આણંદ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ,અમરેલી, સુરેન્દ્રનગર પછી બનાસકાંઠામાં ઉત્પાદન સંઘોની ચૂંટણી જાહેર થશે, તો બીજી તરફ પાદરા,ડભોઇ, મોરવા, તળાજા, ભાટીયા, સાયલા, દાહોદ,ગરબાડા, મોડાસા,વડગામ, અમીરગઢ, અમીરગઢ, દાંતા માંડવી કચ્છ, મુદ્રા, ઉમરવાડા સહિત 12 APMCમાં ચૂંટણી યોજાશે.
આતંરીક વિખવાદને ડામવા માટે ભાજપ લગાવી રહ્યું છે એડી ચોટી
ઉલ્લેખનીય છે કે હાલ વિવિધ જિલ્લામાં અને સહકારી સંઘોમાં ભાજપમાં જ આંતરીક વિખવાદ વધ્યો છે. આ કારણે આવનારી ચૂંટણીમાં તેની અસર સર્જાય તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે, તે માટે આતંરીક વિખવાદને ડામવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે ભાજપ પાસે હાલ 17 જિલ્લા મધ્યસ્થ બેંકો, 19 જિલ્લા દુધ ઉત્પાદક સંઘ, 21 જિલ્લા સહકારી સંઘ, 45 ખરીદ વેચાણ સંઘ, 83 એપીએમસી અને 16 સુગર ફેક્ટરીઓ છે.ભાજપ સહકારી સંસ્થાઓમા આંતરિક કલહથી પરેશાન છે, તો બીજી તરફ કમલમનું મેન્ડેટ માનવાનું અગાઉ પણ કેટલાય આગેવાનો ઇન્કાર કરી ચુક્યા છે.






