Gujarat news: અરબી સમુદ્રમાં કોસ્ટ ગાર્ડે માછીમારનું કર્યું રેસ્ક્યું, જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાત રાજ્યના અરબી સમુદ્રમાં જાફરાબાદથી લગભગ 90 કિમી દૂર, ઇન્ડિયન કોસ્ટગાર્ડે 24 એપ્રિલ, 2025ના

ગુજરાત રાજ્યના અરબી સમુદ્રમાં જાફરાબાદથી લગભગ 90 કિમી દૂર, ઇન્ડિયન કોસ્ટગાર્ડે 24 એપ્રિલ, 2025ના રોજ એક સફળ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું.
કોસ્ટગાર્ડે કર્યું રેસ્ક્યું ઓપરેશન
મળતા અહેવાલ પ્રમાણે ફિશિંગ બોટ "કુલદેવી" પર માછીમારી દરમિયાન 57 વર્ષીય માછીમાર કાળુ દેવા બારૈયાને છાતીમાં દુખાવો શરૂ થયો, જેના કારણે તેમની તબિયત બગડી હતી..બોટના ચાલકે તાત્કાલિક ઇન્ડિયન કોસ્ટગાર્ડનો સંપર્ક કર્યો હતો.
57 વર્ષીય માછીમાર કાળુ દેવા બારૈયાને છાતીમાં દુખાવો શરૂ થયો
કોસ્ટગાર્ડે તરત જ પોતાની શિપ મોકલી, જેણે કાળુ દેવાને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા. તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ, કોસ્ટગાર્ડે તેમને પીપાવાવ બંદર ખાતે લાવ્યા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હાલ તેમની હાલત સ્થિર છે.






