'મહાયુતિમાં બધું બરાબર', એકનાથ શિંદેને ભાજપે કેવી રીતે મનાવ્યા? જાણો Inside Story
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની ખેંચતાણ વચ્ચે શિવસેનાના એકનાથ શિંદેએ પ્

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની ખેંચતાણ વચ્ચે શિવસેનાના એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના મુખ્યમંત્રીને સ્વીકાર કર્યા છે. પોતાને CM (કોમનમેન) ગણાવી એકનાથ શિંદેએ મહાયુતિમાં કોઇ પણ જવાબદારી સ્વીકારવાની તૈયારી દર્શાવી છે. શિંદેએ પ્રેસ કોન્ફરન્સમાં ફડણવીસનું નામ લીધા વગર કોઇ પણ ભાજપના નેતા CM તરીકે સ્વીકાર્ય છે તેવો ખુલાસો કર્યો છે.
ભાજપની નારાજ નેતાઓને મનાવવાની અલગ જ સ્ટાઇલ
ભાજપની નારાજ થયેલા નેતાઓને મનાવવાની અલગ જ સ્ટાઇલ રહી છે.ભાજપે જે તે સમયે જેટલા પણ ઉમેદવારને હટાવવાના હતા ત્યારે સરકાર બદલી ત્યારે અને તેમના મોઢે જ પ્રેસ કોન્ફરન્સ કરાવી હતી. આ ભાજપની કામ કરવાની સ્ટાઇલ રહી છે. પબ્લિકમાં એવો મેસેજ જાય કે બધુ બરાબર ચાલે છે.
ગુજરાતમાં પણ આવી રીતે જ નીતિન પટેલને મનાવવામાં આવ્યા હતા
2016માં પાટીદાર આંદોલન બાદ થયેલી હિંસાને પગલે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આનંદીબેન પટેલને રાજીનામું આપવું પડ્યું હતું. તે સમયે ભાજપમાં નંબર-2નું સ્થાન ધરાવતા નીતિન પટેલનું નામ મુખ્યમંત્રી બનશે તે નક્કી જ હતું પણ છેલ્લી ઘડીએ પાસુ પલટાયું અને વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
એકનાથ શિંદેના નેતૃત્ત્વમાં મહાયુતિ વિધાનસભા ચૂંટણી લડી હતી અને અત્યાર સુધીની જંગી બહુમતી સાથે 230 બેઠક (ભાજપ-132, શિવસેના (શિંદે)-57 અને NCP (અજિત)-41 બેઠક) જીતવામાં સફળ રહ્યું હતું.જોકે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામના 3 દિવસ પછી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને ચર્ચા થતી હતી. હવે અચાનક જ શિવસેનાના એકનાથ શિંદેએ પત્રકાર પરિષદ કરીને એવું જાહેર કર્યું કે હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી. ભાજપના કોઇ પણ મુખ્યમંત્રી બનશે તેને સમર્થન આપીશ. PM મોદી અને અમિત શાહ જે પણ નક્કી કરશે તે મને મંજુર છે.
આ પણ વાંચો: ભાજપના મુખ્યમંત્રી મંજૂર, મહારાષ્ટ્રના CMના સવાલ પર એકનાથ શિંદે
વિધાનસભા ચૂંટણી પહેલા મહાયુતિની સીટ વહેંચણી દરમિયાન ભાજપે એકનાથ શિંદેને ભરોસો આપ્યો હતો કે, સૌથી મોટો દળ કોઇ પણ હોય મુખ્યમંત્રી તમે જ રહેશો. લોકોએ પણ એકનાથ શિંદેના અઢી વર્ષના કાર્યકાળમાં કરેલા કામ જોઇને મહાયુતિને ખોબલે ખોબલે મત આપ્યા હતા અને મહારાષ્ટ્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિજય થયો હતો. મહારાષ્ટ્ર-દિલ્હીના આંટાફેરા બાદ છેવટે એકનાથ શિંદેએ પોતાના ઘરેથી પ્રેસ કોન્ફરન્સ કરીને પોતે જ મુખ્યમંત્રી પદની રેસમાં નથી તેવું જાહેર કર્યું છે.








