લોકસભા ચૂંટણી 2024: ગુજરાતના આ ઉમેદવાર પાસે સૌથી વધુ સંપત્તિ, આ ઉમેદવાર પાસે માત્ર 2 હજારની જ મિલકત
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 7 મેએ ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે.લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા અગાઉ એસો

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 7 મેએ ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે.લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા અગાઉ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (ADR) દ્વારા ચૂંટણી લડી રહેલા 266 ઉમેદવારોની એફિડેવિટને આધારે તેમનું વિશ્લેષણ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાતના 36 ઉમેદવાર સામે ગુનાઇત ઇતિહાસ નોંધાયેલો છે.
આ સાંસદની સૌથી વધુ સંપત્તિ
સૌથી વધુ આવક ધરાવતા ઉમેદવારોમાં પૂનમ માડમ બાદ ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ બીજા અને નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ ત્રીજા સ્થાને છે. પૂનમ માડમ પાસે 60.60 કરોડની જંગમ, 87.09 કરોડની સ્થાવર, અમિત શાહ પાસે 42.80 કરોડની જંગમ-22.86 કરોડની સ્થાવર મિલકત છે. કૂલ ઉમેદવારોમાંથી 120 એટલે કે 47 ટકા ઉમેદવારો જવાબદારી ધરાવે છે.
બારડોલીના ઉમેદવાર પાસે સૌથી ઓછા રૂપિયા 2 હજારની મિલકત
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના 10 ઉમેદવારો એવા છે કે જેની સંપત્તિ રૂપિયા 50 હજાર કરતા પણ ઓછી છે જેમાં બારડોલીના રેખાબેન ચૌધરી કે જેઓ બીએસપી માટે લડી રહ્યાં છે. જેમની સંપત્તિ સૌથી ઓછી રૂપિયા 2 હજારની છે. આ સિવાય, વડોદરાના નિલેશ વસાઇકર, સાબરકાંઠાના વરૂણ કટારા રૂપિયા 20 હજારથી પણ ઓછી સંપત્તિ ધરાવે છે.








