બ્રેકીંગ : ગુજરાત હાઇકોર્ટને મળશે 3 નવા ન્યાયધીશ
Gujarat High Court will get 3 new judges : ગુજરાત હાઇકોર્ટને 3 નવા ન્યાયધીશ મળશે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમે ત્ર

Gujarat High Court will get 3 new judges : ગુજરાત હાઇકોર્ટને 3 નવા ન્યાયધીશ મળશે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમે ત્રણ એડવોકેટની ગુજરાત હાઇકોર્ટમાં જજ તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી છે. હવે રાષ્ટ્રપતિ હુકમ આ 3 જજની નિમણૂકનો હુકમ કરશે.
એડવોકેટ સંજીવ જયેન્દ્ર ઠાકર, ડી.એન. રે. અને મૌલિક જીતેન્દ્ર શેલત ગુજરાત હાઇકોર્ટના જજ બનશે. ડી.એન. રે ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસના પુત્ર છે અને સંજીવ ઠાકર ગુજરાત માનવાધિકાર પંચના ચેરમેનના ભાઈ છે. મૌલિક શેલત પણ ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.






