ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન હાજર ન રહેતા સરકાર અને AMCની કાઢી ઝાટકણી, જાણો શું છે મામલો
અમદાવાદમાં રખડતા ઢોર, ગેરકાયદેસર પાર્કિંગ સહિતની સમસ્યાઓ મામલે હાઇકોર્ટમાં

અમદાવાદમાં રખડતા ઢોર, ગેરકાયદેસર પાર્કિંગ સહિતની સમસ્યાઓ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હતી. સાડા છ વર્ષથી કોર્ટના તિરસ્કારની અરજી ચાલી રહી છે પણ હજુ સુધી સુધાર ન થયો હોવાની અરજદારે રજૂઆત કરી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં યુવકને આર્થિક લેવડ-દેવડમાં હેરાન કરવાના મામલે PI સહિત 3 પોલીસકર્મી વિરૃદ્ધ ફરિયાદ
ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, હવે આ સમસ્યા દૂર થાય તેવું લાગતું નથી. સરકાર હવે આ સમસ્યાને ખૂબ હળવાશથી લઈ રહી છે. તેમજ કેસની સુનાવણી દરમિયાન સરકાર કે કોર્પોરેશન તરફથી કોઈ હાજર ન હોવાની પણ કોર્ટે નોંધ લીધી હતી. આ સાથે પોલીસ કર્મચારીઓ હજુ પણ ટ્રાફિક હળવો કરવાની જગ્યાએ બાજુમાં બેસીને ફોન વાપરતા હોવાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જેને પગલે, કોર્ટે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમ કરવા અધિકારીઓના નામ મંગાવ્યા છે. સરકારી વકીલ પાસે કોઈ માહિતી ન હોવાથી થોડી વાર બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે.






