મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને ગુજરાત હાઇકોર્ટે આપ્યો ઝટકો, ફરિયાદ રદ કરવાનો ઇનકાર

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને ગુજરાત હાઇકોર્ટે ઝટકો આપ્યો છે.

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને ગુજરાત હાઇકોર્ટે આપ્યો ઝટકો, ફરિયાદ રદ કરવાનો ઇનકાર

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને ગુજરાત હાઇકોર્ટે ઝટકો આપ્યો છે. રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે જામનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટે ઇનકાર કર્યો છે.

સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કરેલી પોસ્ટને લઈને જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકેલી પોસ્ટના કારણે કોમી વૈમનસ્ય અને દેશની અખંડિતતા અને એકતા પર તરાપ વાગે તે પ્રકારનું કૃત્ય હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ રદ કરવા માટે સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.

કોમી એકલાસ ડોહળાય તે પ્રકારની ટિપ્પણી એક લગ્ન પ્રસંગમાં કરી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટના પદની ગરિમા નહીં જળવાઈ હોવાની પણ રજૂઆત કરાઈ હતી.

આ સમાચાર શેર કરો