મોટા સમાચાર / ગુજરાત હાઇકોર્ટે મહારાજ ફિલ્મને આપી લીલી ઝંડી, સ્ટે હટાવ્યો
Maharaj movie controversies : મહારાજ ફિલ્મના વિવાદ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ

Maharaj movie controversies : મહારાજ ફિલ્મના વિવાદ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે મહારાજ ફિલ્મને આપી લીલી ઝંડી આપી સ્ટે હાટાવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે પુષ્ટિમાર્ગી વૈષ્ણવોની અરજી ફગાવી છે. કોર્ટે ફિલ્મ જોઈ તેમાં કઈ પણ વિવાદિત જણાઈ આવતું ન હોવાનું આલોકન કર્યું છે.
આ સાથે કોર્ટે ચુકાદામાં કહ્યું કે 1862માં ચુકાદો આવ્યા બાદ 2013માં પુસ્તક લખાયું અને તે સમયે પણ સામાજિક સૌહાર્દ ખોરવાયું હોય તેવી કોઈ ઘટના પ્રકાશમાં આવી નથી. હાઇકોર્ટે સ્ટે હટાવતા હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
શું છે વિવાદ?
બ્રાહ્મણ સમુદાય અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તેમાં સનાતન ધર્મ અને હિંદુ દેવી-દેવતાઓ વિરૂદ્ધ ઝેર ઓંકવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાઓને ચેતાવણી આપવામાં આવી છે કે જો ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં નહી આવે તો દેશભરમાં હિંસક આંદોલન કરવામાં આવશે. વિરોધ કરી રહેલા લોકોના અનુસાર ફિલ્મમાં સનાતન ધર્મ, શ્રીવલ્લાભાચાર્યજી અને ભગવાન શ્રીકૃષ્ણ વિરૂદ્ધ ઘણા સીન બતાવવામાં આવ્યા છે.
'મહારાજ' ફિલ્મ 1862ના કેસ પર આધારિત
જુનૈદ ખાન અને જયદીપ અહલાવત અભિનીત ફિલ્મ મહારાજ 1862ના મહારાજ માનહાનિ કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે. જેને ભારતની સૌથી મહત્વપૂર્ણ કાયદાકીય લડાઇઓમાંથી એક ગણવામાં આવે છે. જુનૈદ ખાન પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીની ભૂમિકા ભજવી છે. અહલાવતે વલ્લભાચર્ય સંપ્રદાયના પ્રમુખોમાંથી એક જદુનાથજી બૃજરતનજી મહારાજની ભૂમિકા ભજવી છે. આ કેસ ધાર્મિક નેતા બૃજરતનજી મહારાજના કથિત જાતીય દુરાચારને ઉજાગર કરવા માટે વાસ્તવિક જીવનના પત્રકાર કરસનદાસ મૂળજી વચ્ચે લડાઇ લડવામાં આવી હતી. 'મહારાજ લાઈબલ કેસ'- ના નામે ઓળખવામાં આવે છે.
હાઇકોર્ટમાં આ મામલે બે દિવસથી સુનાવણી ચાલી રહી છે. બુધવારે અઢી કલાક સુનાવણી ચાલી હતી ત્યારબાદ નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ તરફથી રજૂ કરવામાં આવેલી દલીલ બાદ ફિલ્મને જોયા બાદ ફેંસલો સંભળાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.








