મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત હાઈકોર્ટે GNLUના રજિસ્ટ્રારને માફી માંગવા નિર્દેશ કર્યો, જાણો શું છે મામલો

ગુજરાત હાઈકોર્ટે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી-GNLUના રજિસ્ટ્રારને બળાત્કારના કેસમાં શરૂઆત

ગુજરાત હાઈકોર્ટે GNLUના રજિસ્ટ્રારને માફી માંગવા નિર્દેશ કર્યો, જાણો શું છે મામલો

ગુજરાત હાઈકોર્ટે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી-GNLUના રજિસ્ટ્રારને બળાત્કારના કેસમાં શરૂઆતમાં ફરિયાદ ન નોંધવા અને બાદમાં કોર્ટમાં સોગંદનામું સબમિટ કરવા અંગે માફી માંગવા નિર્દેશ કર્યો છે. 

GNLUના રજિસ્ટ્રારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં કહ્યું હતું કે કે GNLUમાં બળાત્કારની ઘટના જેવું કાંઈ થયું નથી અને બળાત્કારના આરોપો પર કેસ બંધ કરવા કોર્ટને વિનંતી કરી હતી.

કોર્ટે 28 ફેબ્રુઆરીએ છેલ્લી સુનાવણી દરમિયાન મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે GNLU રજિસ્ટ્રારે અમારી સમક્ષ સોગંદનામું દાખલ કર્યું અને કહ્યું કે કંઈ થયું નથી અને અમને કેસ બંધ કરવા કહ્યું અને જ્યારે કોર્ટ આ કેસમાં સામેલ થઈ, ત્યારે તેઓએ અમારી સામે આ કહેવાની હિંમત કરી.

ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી. માઈની બનેલી હાઈકોર્ટની ડિવિઝન બેંચે બળાત્કારના આરોપો અંગે તેની બેચમેટ સામે બીજા વર્ષની કાયદાની વિદ્યાર્થિની દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરી હતી.

GNLU પર અસંતોષ વ્યક્ત કરતાં ચીફ જસ્ટિસ અગ્રવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમે એમ નથી કહી રહ્યા કે GNLUના  રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરી દેવા જોઈએ.તપાસ શરૂ કરો, તેમણે શું કર્યું હશે તે સમજો. તે યુનિવર્સિટીના અધિકારી છે. તેમણે આ રીતે અને જે રીતે આ કર્યું તે રીતે વર્તન કરવું જોઈતું ન હતું. કોર્ટે કહ્યું, તેમણે કોર્ટને જે જવાબ આપ્યો તે ખૂબ જ ખરાબ છે, તેમણે અમારી માફી પણ માંગી નથી.

જવાબમાં, એડવોકેટે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ રજિસ્ટ્રાર પાસેથી તાત્કાલિક માફી મંગાવાશે. 

4 એપ્રિલે છેલ્લી સુનાવણીમાં, કોર્ટે રાજ્યને પગલાં લેવાનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ બેંચને માહિતી આપી હતી કે રજિસ્ટ્રારની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

એડવોકેટે યુનિવર્સિટીની કાર્યવાહી અંગે અપડેટ માહિતી આપી હતી. તેમણે ઉલ્લેખ કર્યો કે રજિસ્ટ્રારના પદ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જેના માટે અગ્રણી અખબારોમાં અરજીઓ આમંત્રિત કરતી જાહેરાતો પ્રકાશિત કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 મે છે.

ત્રિવેદીએ પેટા સમિતિની નિમણૂક અને નવી આંતરિક ફરિયાદ સમિતિ (ICC)ની રચના સહિત યુનિવર્સિટી દ્વારા લીધેલા પગલાં વિશે પણ અપડેટ આપ્યું હતું.

આ સમાચાર શેર કરો