મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં મેઘ 'કહેર':ભારે વરસાદને કારણે 35 લોકોના મોત; 17 હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું

ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ બગડી ગઇ છે.વરસાદ સંબંધિત ઘટનામાં રાજ્યમાં વધુ 25 લોકોના મોત થયા છે. ત્રણ દ

ગુજરાતમાં મેઘ 'કહેર':ભારે વરસાદને કારણે 35 લોકોના મોત; 17 હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું

ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ બગડી ગઇ છે.વરસાદ સંબંધિત ઘટનામાં રાજ્યમાં વધુ 25 લોકોના મોત થયા છે. ત્રણ દિવસમાં મૃતકોની સંખ્યા 35 થઇ ગઇ છે. જ્યારે પૂર પ્રભાવિત વિસ્તારમાં 17,800 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્યના કેટલાક ભાગમાં સતત ચોથા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે.

NDRF, SDRF, સેના, ભારતીય વાયુસેના અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રાહત અને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંપર્કમાં છે. કેન્દ્ર સરકારે પણ તમામ સહાય અને મદદનું આશ્વાસન આપ્યું છે.

17 હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું

NDRF અને SDRFની સાથે સાથે સેના, વાયુસેના અને કોસ્ટગાર્ડ પુરથી પ્રભાવિત વિસ્તારમાં બચાવ અને રાહત અભિયાન ચલાવી રહ્યાં છે જેમાં અત્યાર સુધી 17,800 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અનુસાર, આ ચોમાસામાં અત્યાર સુધી 41 હજારથી વધુ લોકોને બીજી જગ્યાએ સુરક્ષિત જગ્યાએ પહોચાડવામાં આવ્યા છે જ્યારે 3000થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે.

રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું કે મંગળવારે 15 લોકોના મોત થયા હતા જ્યારે બુધવારે ચાર લોકોના મોતની સૂચના મળી હતી. જિલ્લા કલેક્ટરોએ મોરબીમાં ચાર અને રાજકોટ જિલ્લામાં બે લોકોના મોતની સૂચના આપી હતી.

મંગળવારે દીવાલ પડવાની ઘટનામાં આણંદ જિલ્લાના ખાડોધી ગામમાં ત્રણ, મહિસાગરના હરિપુરા ગામમાં બે, અમદાવાદ અને સાણંદમાં 2-2 તથા ખેડાના ચિત્રસર ગામમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ભરૂચ અને પિલુદરા ગામ, જૂનાગઢના માંગરોળ, પંચમહાલના હાલોલ, અમદાવાદના ધોળકા તાલુકા અને અમદાવાદ શહેરમાં મણિનગરમાં એક-એક વ્યક્તિનું ડુબવાથી મોત થયું હતું જ્યારે સુરેન્દ્રનગના ધ્રાંગધ્રામાં બે વ્યક્તિના ડુબી જવાથી મોત થયા હતા.

ડાંગના આહવા અને જામનગરના ધ્રોલમાં એક-એક વ્યક્તિ ડુબી ગયો હતો. અરવલ્લીના માલપુરમાં દીવાલ પડતા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે દેવભૂમિ દ્વારકાના બહનવાડમાં ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. 25 અને 26 ઓગસ્ટે રાજ્યના વિવિધ ભાગમાં ડુબવા, ઝાડ પડવા અને દીવાલ પડવાની ઘટનામાં 10 લોકોના મોત થયા હતા.

આ સમાચાર શેર કરો