અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અંગે હાઇકોર્ટે કરી સુઓમોટો, AMCના 12 વિભાગોને પક્ષકાર બનાવ્યાં
અમદાવાદ શહેરમાં અણધડ ટ્રાફિકની સમસ્યા અને ટ્રાફિક પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને મોટા સમાચાર સા

અમદાવાદ શહેરમાં અણધડ ટ્રાફિકની સમસ્યા અને ટ્રાફિક પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે આ અંગે સૂઓમોટો કરી છે અને AMCના 12 વિભાગોને પક્ષકાર તરીકે જોડ્યા છે.
આવતીકાલે ચીફ જસ્ટિસની બેંચ કરશે સુનાવણી
આવતીકાલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના વડપણવાળી બેંચ આ સુઓમોટોની સુનાવણી હાથ ધરશે. અમદાવાદ શહેરમા ટ્રાફિકની સમસ્યા, ટ્રાફિક પોલીસની ખાલી જગ્યાઓ, શહેરના ખરાબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ભયજનક વળાંક, સાઇડ રોડનું અણધડ આયોજન, S.G. હાઇવે પર અયોગ્ય એન્ટ્રી અને એક્ઝિટ, ફ્લાયઓવરની જરૂરિયાત, સર્વિસ રોડની આવશ્યકતા અને ફૂટઓવર બ્રિજનાં મુદ્દાને પણ આ સુઓમોટોમાં આવરી લેવામાં આવ્યાં છે.
AMCના 12 વિભાગોને પક્ષકાર બનાવાયા
આ સુઓમોટોમાં રાજ્ય સરકાર, શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, અમદાવાદ કલેક્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, AUDA, DGP, અમદાવાદ પોલીસ કમિશનર, JCP - ટ્રાફિક, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.








