જનતાને લૂંટી તિજોરી ભરશે સરકાર : રાજકોટ-અમદાવાદ હાઈવે પર 200 કિમીમાં 4 ટોલનાકા બનશે
રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા બંને ટોલનાકા નીકાળી દેવામાં આવશે અને આશરે 201 કિલોમીટરના

રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા બંને ટોલનાકા નીકાળી દેવામાં આવશે અને આશરે 201 કિલોમીટરના હાઈવે પર નવી જગ્યાએ ચાર નવા ટાલનાકા બનાવવામાં આવશે. સમગ્ર મામલે નાણાપંચને રોડ અને મકાન ખાતા દ્વારા દરખાસ્ત મોકલવામાં આવી છે.
અમદાવાદ-રાજકોટ હાઈવેને 3350 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે સિક્સલેન બનાવાયો હતો. જેમાં બામણબોર અને બગોદરા પર આવેલા ટોલનાકાની જગ્યાએ હવે ચાર ટોલનાકા બનાવાશે. જેમાંથી ત્રણનું તો બેઝિક સ્ટ્રક્ચર ઊભું કરી દેવાયું છે, ત્યારે 1 એપ્રિલ, 2025થી ચારેય ટોલનાકા પર ટેક્સ વસૂલવામાં આવશે. આ સાથે કારને ફ્રી મુસાફરી બંધ થવાની શક્યતા છે
આ ચાર જગ્યાએ બનાવાશે ટોલનાકા
- પહેલું ટોલનાકું : બાવળાથી 12 કિલોમીટર દૂર ભાયલા ગામ પાસે
- બીજું ટોલનાકું : બગોદરા-લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે
- ત્રીજું ટોલનાકું : સાયલી-ચોટીલા વચ્ચે ઢેઢુંકી ગામ પાસે
- ચોથું ટોલનાકું : રાજકોટથી આઠ કિલોમીટર પહેલા માલિયાસણ ગામ પાસે
તમામ ચાર નવાં ટોલનાકાંનું બાંધકામ આખરી તબક્કામાં છે. આ અંગે રોડ અને મકાન ખાતાએ રાજ્યના નાણાપંચને દરખાસ્ત મોકલી આપી છે. આ હાઈવે પર હાલ બગોદરા અને બામણબોર એમ બે જગ્યાએ ટોલનાકાં આવે છે. તેની જગ્યાએ હવે ચાર નવી જગ્યાએ ટોલ ઉઘરાવવામાં આવશે. ચાર ટોલનાકાંમાંથી ત્રણ ટોલનાકાંનું બેઝિક સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવ્યું છે. આગામી તારીખ 1, એપ્રિલ, 2025થી 4 ટોલનાકાં પર ટોલ ટેક્સ લેવામાં આવી શકે છે.
આ હાઈવે પર હાલ 2 ટોલનાકાં પર જેટલો ટોલ આપવો પડે છે તેમાં હવે 4 ટોલનાકાં બનતા વાહનચાલકો પર ટોલનો કુલ ખર્ચ વધશે એ નક્કી છે. પણ આખી જર્નીમાં કુલ કેટલો ટેક્સ વધશે એ નવા ભાવ નક્કી થયા પછી કહી શકાય.
રાજ્યના રોડ અને મકાન ખાતા દ્વારા નાણાપંચને દરખાસ્ત મોકલવામાં આવી છે, ત્યારે નવા ટોલનાકાને લઈને વિચારણ કર્યા બાદ નાણાપંચ કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવશે.








