મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભ્રષ્ટ અધિકારીઓ સામે દાદાનું ‘ઓપરેશન ગંગાજળ’, વધુ 5 અધિકારીઓને આપ્યું પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ

ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે ‘ઓપરેશન ગંગાજળ’ શરુ કર્યું છે જેમાં ભ્રષ્ટ અધ

ભ્રષ્ટ અધિકારીઓ સામે દાદાનું ‘ઓપરેશન ગંગાજળ’, વધુ 5 અધિકારીઓને આપ્યું પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ

ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે ‘ઓપરેશન ગંગાજળ’ શરુ કર્યું છે જેમાં ભ્રષ્ટ અધિકારીઓને ચાલુ નોકરીએ જ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપવાનું શરુ કરી દીધું છે.

ગુજરાત સરકારે અત્યાર સુધીમાં 25થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ ચાલુ નોકરીએ જ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપી ઘરે બેસાડી દીધા છે. જેમાં વધારો કરતા સરકારે આજે વધુ 5 અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપી દીધું છે. 

આ 5 અધિકારીઓને સરકારે આપ્યું પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ 

  • જશવંતસિંહ મગનભાઈ પરમાર - વડોદરા પંચાયત સિંચાઈ વર્તુળ, વડોદરા હસ્તક પંચાયત સિંચાઈ વિભાગ, દાહોદ હસ્તક નાની સિંચાઈ પેટા વિભાગ, દેવગઢ બારીયા
  • પ્રદિપભાઈ વજાભાઈ ડામોર - સરદાર સરોવર નર્મદા નિગમ લી. હસ્તક પ્રતિનિયુક્તિથી
  • શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ - સરદાર સરોવર નર્મદા નિગમ લી. હસ્તક પ્રતિનિયુક્તિથી
  • બાબુભાઈ રામાભાઈ દેસાઈ - સુજલામ સુફલામ વર્તુળ નં.૨, મહેસાણા હસ્તક સુજલામ સુફલામ વિભાગ નં.૨, વિસનગર હસ્તક સુજલામ સુફલામ પેટા વિભાગ નં.૧૧, પાટણ
  • અરવિંદભાઈ ભીખુભાઈ માહલા - સુરત સિંચાઈ વર્તુળ, સુરત હસ્તક ડ્રેનેજ વિભાગ નં.૨. સુરત હસ્તક ડ્રેનેજ ડીઝાઈન પેટા વિભાગ, સુરત

ગુજરાત સરકારે હોદ્દાનો ગેરલાભ ઉઠાવી અનેક પ્રકારે ગેરરીતિ આચરતા આવા અધિકારી અને કર્મચારીઓનું એક લીસ્ટ પણ તૈયાર કર્યું છે જેમાં દિવસેને દિવસે નવા નામ ઉમેરાઈ રહ્યા છે. આ કાર્યવાહી બાદ સરકાર ભ્રષ્ટ અધિકારીઓને સંદેશ આપવા માંગે છે કે જો કોઈ પણ પ્રકારની બેદરકારી કે ભ્રષ્ટાચાર આર્ચ્યો તો પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ નક્કી છે.

વિજિલન્સ કમિશનની ફરિયાદ પણ ઘોળીને પી જાય છે અધિકારીઓ

સામાન્ય રીતે સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ સામેની ફરિયાદ, આક્ષેપો અને ગુજરાત તકેદારી આયોગ (વિજિલન્સ કમિશન) દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તકેદારી આયોગની ભલામણો, સૂચનોને પણ જે તે વિભાગના અધિકારીઓ ઘોળીને પી જતા હતા, પરિણામે ફરિયાદોનો કોઈ નિકાલ થતો નહતો. આ મામલે સરકારે પણ ગંભીરતા દાખવી હતી. તકેદારી આયોગના કેસોને નિકાલ કરવાની સાથે પગલાં ભરવાની શરૂઆત કરતા જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ફફડી ગયા છે. એટલું જ નહીં 2133 કેસ તો 10 વર્ષ કરતા પણ વધુ સમયથી પડતર છે. ભ્રષ્ટાચાર સામે સરકારે શરૂ કરેલી લડાઈના ભાગરૂપે આવા અધિકારીઓને ફરજીયાત ઘરભેગા કરવા લાગ્યા છે.

આ સમાચાર શેર કરો