મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતનાં શહેરોને મળ્યા નવા શાસકો: પોરબંદર, જામનગર, મોરબી સહિતની મનપાના મેયર, ડે. મેયરોના નામોની જાહેરાત

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા શા

ગુજરાતનાં શહેરોને મળ્યા નવા શાસકો: પોરબંદર, જામનગર, મોરબી સહિતની મનપાના મેયર, ડે. મેયરોના નામોની જાહેરાત
આ સમાચાર સાંભળો

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા શાસકોની વરણીને લઈને ચાલી રહેલી ઉત્સુકતાનો આખરે અંત આવ્યો છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલાયેલા મેન્ડેટના આધારે તમામ મહાનગરપાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ (AMC)ના પ્રથમ નાગરિક એટલે કે મેયર બનવાનું બહુમાન થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટને મળ્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)

ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં નવા પદાધિકારીઓની ટીમ સજ્જ થઈ ગઈ છે:

મેયર: હિતેશ બારોટ (થલતેજ વોર્ડ)

ડેપ્યુટી મેયર: અંજુબેન શાહ (સાબરમતી વોર્ડ)

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કમલેશ પટેલ (ખોખરા વોર્ડ)

શાસક પક્ષના નેતા: જશુભાઈ ઠાકોર (શાહીબાગ વોર્ડ)

દંડક: અતુલ મિશ્રા (ચાંદખેડા વોર્ડ)

જામનગર મહાનગરપાલિકા

જામનગર મનપામાં પણ નવી ટીમના નામો પર મહોર લગાવી દેવામાં આવી છે:

મેયર: મોનિકા વ્યાસ

ડેપ્યુટી મેયર: રાકેશ ડેર

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કિરણ મોનાણી

શાસક પક્ષના નેતા: અમર મોદી

દંડક: પ્રવિણાબેન રૂપડિયા

મોરબી મહાનગરપાલિકા

મોરબીના પ્રથમ નાગરિક તરીકે વોર્ડ નંબર ૮ના કોર્પોરેટરની પસંદગી કરાઈ છે:

મેયર: ઉત્તમ સુરાણી (વોર્ડ નંબર 8)

ડેપ્યુટી મેયર: ચિરાગ રાણપરા (વોર્ડ નંબર 6)

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: જયંતીભાઈ પડસુંભિયા (વોર્ડ નંબર 1)

શાસક પક્ષના નેતા: અર્પિતાબા જાડેજા

દંડક: જયેશભાઈ દેસાઈ

નવસારી મહાનગરપાલિકા

નવસારી મનપાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાના નામની જાહેરાત થઈ છે:

મેયર: અશોક ધોરાજીયા (વોર્ડ નંબર 2)

ડેપ્યુટી મેયર: કેયુરી દેસાઈ (વોર્ડ નંબર 1)

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: મુકેશ અગ્રવાલ (વોર્ડ નંબર 5)

શાસક પક્ષના નેતા: નરેશ પુરોહિત (વોર્ડ નંબર 8)

દંડક: રાકેશ પટેલ (વોર્ડ નંબર 7)

ગાંધીધામ મહાનગરપાલિકા

કચ્છના ઔદ્યોગિક નગર ગાંધીધામ મનપાના સુકાનીઓ પણ નક્કી થઈ ગયા છે:

મેયર: દિવ્યા નાથાણી

ડેપ્યુટી મેયર: નવીન જરૂં

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: તેજસ શેઠ

આ સમાચાર શેર કરો