મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત ભાજપના નેતાએ દોઢ કરોડની કાર બુક તો કરાવી પણ ડિલિવરી કેમ ના લીધી? લેવિશ કારમાં ફરવાના ઓરતા અધૂરા રહ્યાં

અત્યારે ગુજરાત ભાજપમાં નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? એના કરતા ભાજપના કયા નેતાને પોતાની વસાવેલી ડિફેન્ડ

ગુજરાત ભાજપના નેતાએ દોઢ કરોડની કાર બુક તો કરાવી પણ ડિલિવરી કેમ ના લીધી? લેવિશ કારમાં ફરવાના ઓરતા અધૂરા રહ્યાં

અત્યારે ગુજરાત ભાજપમાં નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? એના કરતા ભાજપના કયા નેતાને પોતાની વસાવેલી ડિફેન્ડર કારમાં બેસવાના ઓરતા અધૂરા રહ્યા તેની ચર્ચા જોર શોરથી ચાલી રહી છે.

ભાજપના નેતાએ કાર બુક તો કરાવી પણ ડિલિવરી ના લીધી

કાર્યકર્તાઓ જે મુજબ ચર્ચા કરી રહ્યા છે તેની જો વાત કરીએ તો થોડા સમય પહેલા પ્રદેશ ભાજપના એક સેલના નંબર ટુ પર રહેલા નેતાને અચાનક શોખ જાગ્યો કે ડિફેન્ડર કાર ખરીદવી છે. ભાજપના નેતાએ દોઢ કરોડની કિંમતની ડિફેન્ડર કાર ઉત્સાહમાં આવીને બુક તો કરાવી લીધી પરંતુ તેની ડિલિવરી તેમણે લીધી નહતી અને કેન્સલ કરાવી નાખી હતી. હવે ભાજપમાં ચર્ચા ચાલી રહી છે કે આખરે તે નેતાએ ડિફેન્ડર કાર કેમ ના લીધી?

સૂત્ર તરફથી માહિતી મળી રહી છે કે તે પ્રદેશ ભાજપના સિનિયર નેતાઓની નજરે ના ચડે અને સરકારી વિભાગોના નજરે ના ચડે તેના માટે તેમણે દોઢ કરોડની કિંમતની કાર ખરીદી નહતી. આમ તો ભાજપના નેતા પ્રદેશના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સામે એવા ડિંગ હાકતા હોય છે કે તે સીધા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંપર્કમાં છે અને તેઓ રૂવાબ પણ જાડતા હોય છે.

મહત્ત્વનું છે કે પ્રદેશ ભાજપના આ નેતા મોંઘી વસ્તુઓ પહેરવાના શોખીન છે પરંતુ એ આવક ક્યાંથી થઈ રહી છે તેને લઈને ગણગણાટ શરૂ થયો છે. લાખોની કિંમતના જુતા પહેરી પોતાને બ્રહ્મ ક્ષત્રિય ગણાવતા નેતામાં રાજકીય સમજ જાણે કે સી આર પાટીલથી પણ વધારે હોય તેવા રુવાબમાં વધારે દેખાતા હોય છે. હાલ તો માત્ર ચર્ચા એ જ થઈ રહી છે કે આ કહેવાતા બ્રહ્મ ક્ષત્રિય નેતા પોતાના પાપે જ ડિફેન્ડર કાર નથી ખરીદી શક્તા.

આ સમાચાર શેર કરો