મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત ATSએ 800 કરોડનું MD ડ્રગ્સ મહારાષ્ટ્રમાંથી ઝડપ્યું, બે આરોપીની ધરપકડ

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS)એ મહારાષ્ટ્રના ભિવંડીમાં એક ફ્લેટમાં દરોડો પાડીને બેરલમાં ભર

VIDEO: ગુજરાત ATSએ 800 કરોડનું MD ડ્રગ્સ મહારાષ્ટ્રમાંથી ઝડપ્યું, બે આરોપીની ધરપકડ

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS)એ મહારાષ્ટ્રના ભિવંડીમાં એક ફ્લેટમાં દરોડો પાડીને બેરલમાં ભરેલ 10.9 કિલો સેમી-લિક્વિડ મેફેડ્રોન (MD) અને 782.2 કિલો લિક્વિડ મેફેડ્રોન (MD) જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 800 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સાથે બે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

ગુજરાત એટીએસ દ્વારા ગત તારીખ 18 જુલાઈના રોજ સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં એક ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સ બનતું હોવાનું સામે આવ્યું હતું. એટીએસ દ્વારા ફેક્ટરીમાંથી ચાર કિલો મેફેડ્રોન અને 31.409 કિલો લિક્વિડ મેફદ્રોન મળી કુલ 51 કરોડથી વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવતા ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં સામે આવ્યું કે આ સમગ્ર કેસમાં મોહમ્મદ યુનુસ ઉર્ફે એજાજ અને મોહમ્મદ આદિલ પણ સામેલ હતા, જેથી ગુજરાતી એટીએસ બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેની તપાસમાં ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે  મોહમ્મદ યુનુસ તેનો ભાઈ મોહમ્મદ આદિલ ભિવંડી વિસ્તારમાં એક ફ્લેટમાં એમડી ડ્રગ્સ બનાવી રહ્યા છે. જે માહિતીના આધારે ગુજરાત એટીએસએ મુંબઈમાં દરોડો પાડી બંને ભાઈઓની ધરપકડ કરી હતી.

ગુજરાત એટીએસ દ્વારા માહિતીના આધારે મુંબઈના ભિવંડી વિસ્તારના નદી નાકા પાસે આવેલા ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. જ્યાં એમડી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ હાલતમાં મળી આવી હતી. ફ્લેટ માંથી 10.969 કિલોગ્રામ સેમી લિક્વિડ એમડી અને અલગ અલગ બેરલોમાં ભરેલું 782.236 કિલોગ્રામ લિક્વિડ ફોર્મમાં એમડી મળી આવ્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 800 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત સમગ્ર ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતું ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર સહિતની વસ્તુઓ પણ મળી આવતા સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 

આરોપી યુનુસ અગાઉ ગોલ્ડ અને ઇલેક્ટ્રિક વસ્તુઓ સ્મગલિંગ કરતો હતો

આરોપી યુનુસ અગાઉ ગોલ્ડ અને ઇલેક્ટ્રિક વસ્તુઓ સ્મગલિંગ કરતો હતો. ઝડપાયેલા આરોપીઓ દુબઇના એક વ્યક્તિના સંપર્કમાં હતા. તેમજ તેઓ દરરોજ રો- મટિરિયલ અલગ અલગ જગ્યાથી લાવતા હોવાનું સામે આવ્યુ છે. એટીએસએ વધુ તપાસ કરતા સાદિક નામના વ્યક્તિની પણ સંડોવણી બહાર આવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

આ સમાચાર શેર કરો